Last Updated on April 1, 2021 by
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દંગલ દરમ્યાન સતત હિંસાની ખબરો આવી રહી છે. ગુરુવારે નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક કાર્યકર્તાએ આત્મહત્યા કરી લીધી છે. જણાવી દઈએ કે આજથી નંદીગ્રામ સહીત કુલ 30 વિધાનસભા બેઠકો પર માંદાં ચાલી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, નંદીગ્રામના બથુઆબાડ ગામમાં 28 નંબર બૂથ પાસે BJP કાર્યકર્તાએ આપઘાત કર્યો છે. આપઘાત કરનાર કાર્યકર્તાનું નામ ઉદય શંકર છે.
BJP કાર્યકર્તાનો આપઘાત
ભારતીય જનતા પાર્ટીનો આરોપ છે કે તૃણમૂલ કોંગ્રેસના આતંકને કારણે તેમના કાર્યકર્તા ઉદય શંકરે આપઘાત કરી લીધો છે. હવે પોલીસ આ મામલે તપાસમાં લાગી ગઈ છે. પોલીસ તરફથી હાલ તો કોઈ નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું.
નંદીગ્રામમાં ચાલી રહી છે ચૂંટણી
જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં ગુરુવારે બીજા તબક્કાનું મતદાન ચાલી રહયું છે, આજે કુલ 30 બેઠકો પર મતદાનયોજાઈ રહ્યું છે. પરંતુ, આ ચૂંટણીમાં સૌથી મહત્વની નંદીગ્રામ બેઠક છે જ્યાં બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને ભાજપના શુભેન્દુ અધિકારી આમને સામને છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31