Last Updated on March 27, 2021 by
જેમ જેમ પશ્ચિમ બંગાળની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ દિવસે ને દિવસે વધુને વધુ તેજ થઇ રહી છે. ત્યારે એક વાર ફરી ભાજપ અને ટીએમસી આમને સામને આવી ગયા છે. પશ્વિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી દરમ્યાન થયેલી હિંસા બાદ ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ભાજપનો આરોપ છે કે, રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ શુભેન્દુ અધિકારીના નિકટના પ્રલયને ફોન કર્યો હતો અને ટીએમસીને સપોર્ટ કરવા કહ્યું હતું.
ભાજપે આ ઘટના સાથે જોડાયેલ ઓડિયો ક્લિપ પણ જાહેર કરી હતી. આ અંગે ભાજપના નેતાઓનું કહેવું છે કે, રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી ચૂંટણીમાં હારી રહ્યા છે. એટલે તેઓ ભાજપના નેતા અને કાર્યકર્તાઓને ફોન કરી ધમકી આપી રહ્યા છે.
પશ્વિમ બંગાળમાં પહેલા તબક્કાની ચૂંટણી દરમ્યાન થયેલી હિંસા અંગે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ભાજપનું પ્રતિનિધિ મંડળ પ્રદેશ પ્રભારી કૈલાસ વિજયવર્ગીયની આગેવાનીમાં ચૂંટણી પંચની ઓફિસમાં પહોંચ્યુ હતુ.
કૈલાશ વિજયવર્ગીયે જણાવ્યુ હતુ કે, સીએમ મમતા બેનર્જીના ઈશારે ભાજપના કાર્યકરો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. ટીએમસીના ગુંડાઓ મારામારી કરી રહ્યા છે. જે અંગે રાજ્યના ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. બંગાળમાં ચૂંટણી જીતવા માટે ટીએમસી હિંસાનો સહારો લઈ રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31