Last Updated on April 1, 2021 by
પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો પ્રારંભ થયો છે. આસામ અને બંગાળમાં રાજકીય દંગલની સાથે સાથે પ્રતિષ્ઠા જાળવવાનો જંગ પણ શરૂ થયો છે. બીજી તરફ બંગાળની 30 અને આસામની 39 બેઠકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઇ છે. બંગાળની 30 બેઠકો પર 171 ઉમેદવારો જ્યારે કે આસામની 39 બેઠકો પર 345 ઉમેદવારો મેદાનમાં છે. બંગાળમાં ટીએમસીની શાખ દાવ પર છે. તો આસામમાં ભાજપ સામે પોતાની પ્રતિષ્ઠા બચાવી રાખવાનો પડકાર છે.
નંદીગ્રામથી ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીઓ પોતાનો મત આપવા પહોંચ્યા
ગુરુવારે સવારે નંદીગ્રામથી ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીઓ પોતાનો મત આપવા પહોંચ્યા હતા. મતદાન મથક નંબર 76 પર શુભેન્દુ અધિકારી મોટરસાયકલ દ્વારા મત આપવા ગયા હતા. ભાજપના નેતાએ સવારે 8.45 વાગ્યે પોતાનો મત આપ્યો. એક તરફ મતદાન થઈ રહ્યું છે, તો બીજી તરફ ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે ઘણા સ્થળોએ તેમના સમર્થકોને મત આપવામાં નથી આવી રહ્યા, મેદિનીપુર, દક્ષિણ 24 પરગણામાં, ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે તેમના લોકોને મતદાન કરવામાં નથી દેવામાં આવી રહ્યું.
બીજી તરફ ચૂંટણીમાં પીએમ મોદીએ વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ પણ કરી છે. પીએમ મોદીએ તેમના ટ્વિટર પર પશ્ચિમ બંગાળની જનતાને અપીલ કરી છે,
Urging the people of West Bengal in whose seats there is polling taking place today to vote in record numbers.
— Narendra Modi (@narendramodi) April 1, 2021
શુભેન્દુ અધિકારી વચ્ચે અત્યંત રસાકસીભર્યો જંગ
બંગાળમાં 30 બેઠકો પૈકી 9 બેઠક પૂર્વ મેદિનીપુર જિલ્લાની છે. જ્યારે કે બાંકુરાની 8 બેઠકો. પશ્ચિમી મેદિનીપુરની 9 બેઠકો અને દક્ષિણ 24 પરગણાની 4 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં બંગાળની સૌથી હાઇપ્રોફાઇલ બેઠક ગણાતી નંદીગ્રામ બેઠક પણ સામેલ છે. અહીં ખુદ મુખ્યપ્રધાન મમતા બેનર્જી તેમજ ભાજપના નેતા અને મમતાના જ પૂર્વ સાથી શુભેન્દુ અધિકારી વચ્ચે અત્યંત રસાકસીભર્યો જંગ છે. અહીં શુભેન્દુ અધિકારીની શાખ પણ દાવ પર છે… કેમકે નંદીગ્રામ એ શુભેન્દુ અધિકારીનો ગઢ માનવામાં આવે છે.
West Bengal: Polling underway at booth number 76 in Debra, West Midnapore district, in the second phase of Assembly elections pic.twitter.com/hioo6PETWI
— ANI (@ANI) April 1, 2021
આસામ પોલીસ, ફલાઇંગ સ્કવોડ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, એક્સાઇઝ તથા એન્ફોર્સમેન્ટ અને અન્ય રેગ્યુલેટરી એજન્સીઓ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને આ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આ સંબધંમાં અત્યાર સુધીમાં ખર્ચની મર્યાદાનો ભંગ કરવા ૫૦ અને એક્સાઇઝના નિયમો ભંગ કરવા બદલ ૫૨૩૪ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે હાલમાં ચૂંટણી ચાલી રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન ૨૭ એપ્રિલે પૂર્ણ થઇ ગયું છે. બીજા તબક્કાનું મતદાન એક એપ્રિલે અને ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન ૬ એપ્રિલે યાજાશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31