Last Updated on March 10, 2021 by
બીલીપત્રનુ નામ સાંભળતા જ ભગવાન શિવની છબી મનમાં બનવા લાગે છે. ઔષઘીય ગુણોથી ભરપુર બીલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. વધારે બીલીપત્રોમાં એકસાથે ત્રણ પાન હોય છે. આ ત્રણ પાનને બ્રહ્મા, વિષ્ણુ અને શિવના પ્રતીકના રૂપમાં માનવામાં આવે છે. કેટલીક માન્યતા એવી પણ છેકે બીલીપત્રને શિવજીની આંખ માનવામાં આવે છે. તો બીલીપત્ર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. કેટલાક અભ્યાસમાં બીલીપત્ર તાવની સારવારમાં કામ આવે છે. તો શૂગરના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે બીલીપત્ર. જો મધમાખી, બાર અને ભમરીના કરડવાથી જે બળતરા થાય છે તેના પર તુરંત બીલીપત્રના પાનનો રસ લગાવાથી તુરંત રાહત મળે છે.
એક રિપોર્ટ અનુસાર બીલીપત્રનું વૈજ્ઞાનિક નામ Aegle Marmelos છે. બીલીપત્ર એંટીઑક્સીડેંટ અને પૌષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. જેમાં વિટામિન અને મિનરલનો ખજાનો રહેલો છે. વિટિમીન A,C સહિત રાઈબોફ્લોબિન, કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર, વિટામીન બી 1, B6,B12પણ તેમાં ભરપુર માત્રામાં રહેલા છે. આયુર્વેદમાં શરીરની અંદર ત્રણ દોષોને ચિન્હ કરાયા છે. વાત્ત, પિત્ત અને કફ. આ ત્રણમાંથી કોઈપણ એક દોષને કારણે શરીરમાં વિકાર ઉત્પન્ન થાય છે. જેથી બિમારીઓ પેદા થાય છે. બીલીપત્ર સંતૂલિત કરવાનું કામ કરે છે.
ડાયાબિટીઝ, હાઈપરટેંશન,હ્રદય રોગ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.
પાચન સારુ બનાવે છે
બીલીનું ફળ પેટને સાફ કરવા માટે જબરદસ્ત ફોર્મ્યુલા છે. તેમાં લેક્સેટિવ પ્રોપર્ટીઝ હોય છે જે ડાઈજેસ્ટિવ સિસ્ટમને દુરુસ્ત રાખે છે.
ચેહરાને ગ્લોઈંગ કરવા સાથે હેર ફોલને રોકે છે
બીલીપત્રમાં કેટલાક પ્રકારના એંટીઑક્સીડેંટ મળી આવે છે. તેનો લેપ લગાવાથી ચેહરા પર ગ્લો આવે છે. તે ઉપરાંત ચેહરા પર દાગ અથવા વધારે પસીનાના કારણે આવતી વાસ આવે છે તો બીલીપત્રનો ફેસપેક ચેહરાને કોમળ કરીને તેમાં સુગંધને ભરે છે. તેમજ બીલીપત્રનો જ્યૂસ પીવાથી હેરફોલની સમસ્યા દૂર થાય છે. તેમજ વાળમાં પણ ચમક આવે છે.
બીલીપત્રનો મજેદાર શરબત
ગરમીના દિવસોમાં બીલીના ફળનો શરબત બનાવીને પીવાથી શરીરનું તાપમાન નિંયત્રણમાં રેહ છે. બીલીના એક ફળમાંથી પલ્પ કાઢીને તેમાં બે ગ્લાસ પાણી નાંખો. જે બાદ તેમાં એક લીંબુ, 4-5 ફૂદિનાના પાન અને ટેસ્ટ મુજબ ખાંડ ઉમેરીને શરબત બનાવી લો અને તેનું સેવન કરો. ગરમીથી તુરંત રાહત મળશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31