Last Updated on March 1, 2021 by
ગાંધીનગર જિલ્લાના દહેગામ-બાયડ રોડ ઉપર મોસમપુર પાસે ગઈકાલે બપોરના સમયે પસાર થઈ રહેલી કાર ટ્રક સાથે અથડાયા બાદ રોડ સાઈડમાં ભળભળ સળગી ઉઠી હતી. જેથી તેમાં સવાર બાયડનું તબીબ દંપતિ આગમાં ભડથું થઈ ગયા હતું. ઘટનાની જાણ થતાં દહેગામ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી છે.
ઘટનાની જાણ થતાં દહેગામ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી
ગાંધીનગર જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે બપોરના સમયે દહેગામ-બાયડ રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં કારમાં જ બાયડનું તબીબ દંપતિ ભડથું થઈ ગયું હોવાની વિગતો બહાર આવી રહી છે. આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે દહેગામ બાયડ રોડ ઉપર રોયલ સ્કુલથી લિહોડાની વચ્ચે મોસમપુર પાસે કાર નં.જીજે-31-ડી-1746 નંબરની કાર બાયડ તરફ જઈ રહી હતી તે સમયે સામેથી આવતી ટ્રક નં.જીજે-0ર-ઝેડ-5711 સાથે અકસ્માત થયો હતો અને આ કાર રોડસાઈડમાં ઘુસી ગઈ હતી અને તેમાં આગ લાગી હતી.
ટ્રક નં.જીજે-0ર-ઝેડ-5711 સાથે અકસ્માત થયો
જોતજોતામાં આખેઆખી કાર આગમાં લપેટાઈ હતી. જેના પગલે આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ દહેગામ ફાયર બ્રિગેડ અને પોલીસને કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી.
ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ તો મેળવી લીધો હતો પરંતુ તેમાં સવાર બે વ્યક્તિઓ ભડથું થઈ હતા. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે બાયડના વાત્સલ્ય હોસ્પિટલના તબીબ મયુર મુકુંદભાઈ શાહ અને તેમના પત્નિ ડો.પ્રેરણા પણ કારમાં સવાર હતા. આગ લાગ્યા બાદ કારમાંથી બહાર નીકળી શકયા નહોતા. અમદાવાદથી બાયડ જઈ રહયા હતા ત્યારે અકસ્માત થયો હતો
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31