Last Updated on March 15, 2021 by
બાટલા હાઉસ એનકાઉન્ટરમાં દોષિત આરિજ ખાનને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે આ ઘટનાને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ માનતા ચુકાદો આપ્યો હતો. કોર્ટે 8 માર્ચના પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, આરિજ ખાન એનકાઉન્ટરના સમયે ત્યાં જ હતો અને પોલીસકર્મીઓ પર ગોળીબાર કરી નાસી ગયો હતો. એનકાઉન્ટરમાં પોલીસ ટીમના ચીફ ઈન્સપેક્ટર મોહનચંદ્ર શર્મા પર આરિજે ગોળીબાર કરતા તેમણે જીવ ગુમાવ્યો હતો. દિલ્હી પોલીસે કોર્ટ સમક્ષ આરિજને ફાંસીની સજા આપવા માગ કરી હતી. એડીજી સંદીપ યાદવે કહ્યું કે, આરિજ વિરુદ્ધ ઘણા મજબૂત પુરાવા રજૂ કરવામા આવ્યા હતા. જેની પર શંકા કરી શકાય તેમ નથી. આરિજ બાટલા હાઉસ એનકાઉન્ટર બાદ ફરાર થયાના દાયકા બાદ પોલીસના હાથે ચઢ્યો હતો. જે પછી હવે તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી.
Delhi Court awards death penalty to convict Ariz Khan in 2008 Batla House encounter case.
— ANI (@ANI) March 15, 2021
The court calls the case as ‘rarest of rare case’
બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં ઇન્સપેક્ટર મોહન ચંદ શર્માનું મોત થયું હતું
2008ના વર્ષમાં થયેલા બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસ બાદ આરિજ ખાન ફરાર હતો. ત્યારબાદ તેને 2018ના વર્ષમાં તેની નેપાળથી ધરપકડ કરવામાં આવી હતી. બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં ઇન્સપેક્ટર મોહન ચંદ શર્માનું મોત થયું હતું. જ્યારે પોલીસકર્મી બલવંત સિંહ રાજવીરને પણ મોતના ઘાટ ઉતારવાના પ્રયત્નો થયા હતા.
બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં આ પહેલા આરોપી શહજાદ અહમદને 2013ના વર્ષમાં સજા થઇ છે. જ્યારે તેના બે સાથીઓ આતિફ આમિન અને મોહમ્મદ સાજિદ માર્યા ગયા છે. ત્યારે હવે દિલ્હીની સાકેત કોર્ટે આ કેસમાં આતંકી આરિજ ખાનને ફાંસીની સજા સંભળાવી છે. અદાલતે આરિજ ખાનને કલમ 302, 307 અને આર્મ્સ એક્ટ અંતર્ગત દોષી કરાર આપ્યો છે.
આરિજ ખાન આતંકી સંગંઠન ઇન્ડિયન મુજાહહિદ્દિન સાથે જોડાયેલો
આરિજ ખાન આતંકી સંગંઠન ઇન્ડિયન મુજાહહિદ્દિન સાથે જોડાયેલો છે. 2008ના વર્ષેમાં દિલ્હી, જયપુર, અમદાવાદ અને ઉત્તર પ્રદેશની અદાલતોમાં જે બોમ્બ વિસ્ફોટ થયા હતા, આરિજ ખાન તેનો માસ્ટર માઇન્ડ હતો. આ વિસ્ફોટમાં કુલ 165 લોકોના મોત થયા હતા. જ્યારે 535 લોકો ઘાયલ થયા હતાં.