Last Updated on April 1, 2021 by
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ સભામાં કોંગ્રેસના વોર્ડ નં.૧ ના મહિલા કોર્પોરેટરે વડોદરામાં કોરોનાના કેસના આંકડા સંતાડવાની ગેમમાં કોરોના સ્પ્રેડ થઇ જાય છે, તેવો આક્ષેપ કરતા કહ્યું છે કે વડોદરામાં કોરોનાના રોજ ૩૦૦૦ કેસ થાય છે, પરંતુ માત્ર ૩૫૦ જાહેર કરવામાં આવે છે.
વડોદરામાં કોરોનાના રોજ ૩૦૦૦ કેસ થાય છે, પરંતુ માત્ર ૩૫૦ જાહેર કરવામાં આવે છે.
શહેરની એસએસજી અને ગોત્રી હોસ્પિટલના જ આંકડા અપાય છે, એમ જણાવી તેમણે કહ્યું કે કોર્પોરેશનના ૩૪ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરના રોજના આશરે ૯૦૦ કેસ થાય છે, તેની વિગતો પણ અપાતી નથી. સયાજી અને ગોત્રીના પણ રેપિડ ટેસ્ટના આંકડા જાહેર કરાતા નથી. જ્યારે લોકડાઉન લાદવામાં આવ્યું હતું ત્યારે આટલો કોરોના ન હતો, અને હવે જ્યારે સંક્રમણ વધી ગયું છે ત્યારે સાચી વિગતો અપાતી નથી, એમ કહી તેમણે ઉમેર્યં હતું કે હેલ્થ સેન્ટરના આંકડા દરરોજ ઓનલાઇન મૂકવા જોઇએ. જે શંકાસ્પદ જણાય તેના આરટીપીસીઆર ટેસ્ટ કરો.
શંકાસ્પદ જણાય તેના આરટીપીસીઆર ટેસ્ટ કરો
વડોદરામાં રોજના ૩૦૦ નહીં, ૩૦૦૦ કેસ થાય છે. ખાનગી હોસ્પિટલોમાં બે-ત્રણ દિવસનું વેઇટિંગ ચાલે છે. રેપિડ એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ હોય તેને પણ બિનધાસ્ત ઘરે જવા દેવાય છે. સરકાર પોતે ૭૦ ટકા આરટીપીસીઆર ટેસ્ટ રોજ કરવાનું કહે છે, તો પછી શા માટે કરતા નથી?
૧૨૦૦ ખર્ચ કરવાનો? તેવો સવાલ તેમણે કર્યો
જેને બહારગામ જવું હોય તે આરટીપીઆર ટેસ્ટ માટે સરકારી દવાખાનામાં જાય તો ના પાડી દેવાય છે. ૨૦૦ રૃપિયાની બસની ટિકિટ લઇ જે માણસને રાજસ્થાન જવું હોય તેણે આ ટેસ્ટ માટે ૧૨૦૦ ખર્ચ કરવાનો? તેવો સવાલ તેમણે કર્યો હતો. તેમણે કોરોના નામે ભ્રષ્ટાચાર નહીં કરવા અને સેનિટાઇઝેશનની કામગીરી અને પીપીઇ કિટ ખરીદી મુદ્દે તપાસની માગ કરી હતી. જોકે ભાજપના એક સભ્યે સ્પષ્ટતા કરી હતી કે રેપિડ ટેસ્ટમાં જ્યારે ધસારો વધુ હોય ત્યારે તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની આ વ્યવસ્થા છે. આરટીપીસીઆર ટેસ્ટમાં વાયરલ લોડ વધુ હોય તો તેને દાખલ થઇ જવાનું કહેવાય છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૨૧-૨૨ ના રોજ બજેટ અંગેના કમિશનરના નિવેદનમાં કોરોનાથી મૃત્યુ થતા મૃતદેહ નિકાલની ફાયર બ્રિગેડની કામગીરી અને કોર્પોરેશન દ્વારા રોજ સાંજે જાહેર કરાતા કોવિડ-૧૯ બુલેટિનમાં મરણના અપાયેલા આંકડામાં આસમાન જમીનનો તફાવત જોવા મળી રહ્યો છે.
આંકડાઓમાં કરાઈ રહી છે ગોલમાલ
બજેટ બેઠકમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે કમિશનરના નિવેદનને ટાંકી સવાલ કર્યો હતો કે ફાયરબ્રિગેડે કોરોનાથી મૃત્યુ થતા મૃતદેહ નિકાલની ૧૬૦૦ વર્ધી એટેન્ડ કરી હતી. જ્યારે કોર્પોરેશન તેના બુલેટિનમાં ગઇકાલ સુધી ૨૪૮ નો આંકડો બતાવે છે. આવું કેમ? મતોના આંકડામાં ૧૩૫૨ નો તફાવત કેમ છે? જો કે તંત્રે એવો જવાબ આપ્યો છે કે આમાં પોઝિટિવ, નેગેટિવ, અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓનો પણ સમાવેશ થાય છે. આંકડા કોવિડ ડેથ ઓડિટ પહેલાના છે. આમ છતાં મહિલા કોર્પોરેટરે કહ્યું હતું કે શહેરના તમામ સ્મશાન ફૂલ છે. અંતિમવિધિ માટે રાહ જોવી પડે છે. ગઇકાલે એક કાર્યકરનું કોવિડથી મૃત્યુ થતાં તેને છેક એક છેડાથી બીજા છેડે તરસાલી અંતિમ વિધિ માટે લઇ જવાયો હતો.કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરે આ મુદ્દે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા સાચા આંકડા અપાતા નથી. ખાનગી હોસ્પિટલોમાં જગ્યા નથી. સાચા આંકડા અપાય તો લોકો વધુ સાવચેતી રાખતા થાય.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31