Last Updated on April 7, 2021 by
વડોદરા શહેરમાં કોરોનાનો કેર વધતા પોલીસતંત્ર પણ એકદમ એક્શનમાં આવી ગયું છે. દરેક પોલીસ સ્ટેશનમાં ચારથી પાંચ ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમને રોજના ૧૦થી ૨૫ કેસ માસ્કના કરવાની સૂચના આપવામાં આવી છે. ચૂંટણી સમયે ભૂલાઇ ગયેલા કોરોનાના ડરના કારણે હાલમાં કોરોનાએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યુ છે. પોલીસ તંત્રએ પણ ચૂંટણી સમયે માસ્ક અને કરફ્યુ ભંગના કેસ કરવાનું બંધ કરી દીધું હતું પરંતુ,નાયબ મુખ્યમંત્રીની વડોદરા મુલાકાત પછી પોલીસ તંત્ર પણ અચાનક કાર્યરત થઇ ગયુ છે અને માસ્ક તથા કરફ્યુ ભંગના કેસ કરવાનુ શરૂ કરી દીધું છે.
ઉપરી અધિકારીઓ દ્વારા પોલીસને દંડ વસુલાતનો ટાર્ગેટ
માસ્કના મુદ્દે નાગરિકો સાથે સૌથી વધુ ઘર્ષણ પોલીસ જવાનોને થતું હોય છે. જાહેર સ્થળોએ ઉભેલા પોલીસજવાનો માસ્કની કામગીરી કરે છે પરંતુ જ્યારે ઉપરી અધિકારીઓ દ્વારા તેઓને દંડ વસુલાતનો ટાર્ગેટ આપવામાં આવે છે.
પોલીસ જવાનોની હાલત પણ કફોડી થઇ જાય છે. કારણ કે હવે માસ્ક વગર ફરતા લોકોની સંખ્યા ઓછી થઇ ગઇ છે. અધિકારીઓએ આપેલા ટાર્ગેટના કારણે પોલીસ જવાનોમાં કચવાટ ઉભો થયો છે. દરેક પોલીસ સ્ટેશનમાં ખાસ માસ્કનો દંડ ઉઘરાવવા માટે પાંચ થી છ ટીમો બનાવવામાં આવી છે અને દરેક ટીમને ૧૦ થી ૧૫ પાવતીનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ડી સ્ટાફના જવાનોને અન્ય ટીમોની સરખામણીમાં ડબલ ટાર્ગેટ આપવામાં આવ્યો છે. પોલીસ જવાનોનું કહેવું છે કે અમે કામગીરી કરીએ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31