Last Updated on March 31, 2021 by
વડોદરા નજીક આવેલી નંદેસરી GIDCમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. જીઆઈડીસીમાં આવેલી દિપક નાઈટ્રેટ, સુદકેમી અને રણોલીની જીએસીએલ કંપનીમાં કોરોનાનો પગપેસારો થયો છે. મળતી માહિતી પ્રમાણે GIDCમાં 300થી 400 લોકો પોઝિટિવ હોવાની આશંકા છે. જેથી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કોરોના પોઝિટિવ કર્મચારીઓને ક્વોરન્ટીન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કેસ વધતા છતાં નથી થઇ રહ્યું ગાઇડલાઇનનું પાલન
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે નેતાઓ કોરોનાની ગાઈડલાઈનને નેવે મુકી બેફામ રીતે કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. આવું કઈક મહેસાણા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં બન્યુ. સામાન્ય સભા દરમ્યાન ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યુ. જોકે, અહીં આવેલા તમામ લોકો સોશિયલ ડિસ્ટંસ ભૂલી ગયા. આવી બીજી ઘટના પાલિતાણામાં બની. અહીં પાલીતાણા એપીએમસીની ચૂંટણીમાં તમામ 16 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજેતા બનતા જીતની ઉજવણી કરવામાં આવી. જે દરમ્યાન કોરોનાના નિયમોને નેવે મુકવામાં આવ્યા.
જેલના કેસીઓને પણ અપાઈ રસી
તો આ તરફ રાજકોટની મધ્યસ્થ જેલ અને વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓને કોરોનાની રસી આપવામાં આવી. ત્યારે વડોદરા નજીક આવેલી નંદેસરી જીઆઈડીસીમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. મળતી માહિતી પ્રમાણે જીઆઈડીસીમાં 300થી 400 લોકો પોઝિટિવ હોવાની આશંકા છે. ત્યારે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની હોસ્ટેલમાં તાત્કાલિક ધોરણે આઇસોલેસન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. હાલ કોરોનાનું સંક્રમણ વધ્યું છે જે રીતે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જેથી યુનિવર્સિટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે.
1200 બેડની હોસ્પિટલ થઇ ગઈ ફૂલ
અમદાવાદ સહિત રાજ્યમાં વકરતા કોરોના કેસ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારી જેવી સ્થિતિ ફરી સર્જાઈ છે અને આગામી ચારથી પાંચ દિવસમાં સિવિલમાં આવેલી કોવિડની 1200 બેડની હોસ્પિટલ ફૂલ થઈ શકે તેવી સિવિલ સુપ્રિટેન્ડેન્ટે ચિંતા વ્યક્ત કરી છે. અત્યારે જ સિવિલ હોસ્પિટલમાં ગત વર્ષ જેટલા કેસ દાખલ છે. દરરોજ સિવિલ હોસ્પિટલમાં 100થી 125 જેટલા ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. ગઈકાલે જ અમદાવાદ સિવિલમાં 123 દર્દીઓ દાખલ થયા છે ત્યારે જો આગામી દિવસોમાં 1200 બેડની હોસ્પિટલ ફૂલ થશે તો દર્દીઓને અન્યત્ર ક્યાં રાખવા તેનો વિકલ્પ શું તે પણ તંત્ર માટે મોટો સવાલ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31