Last Updated on March 25, 2021 by
વડોદરા શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. વડોદરાના નવનિયુક્ત મેયર કેયુર રોકડિયા કોરોના સંક્રમિ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે બુધવારે વધુ ૩૦૭ પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે ૮ દર્દીઓના મોત થયા હતા. આ દરમિયાન ડભોઇ તાલુકામાં ૧૪ શાળાના ૧૪ શિક્ષકો પણ પોઝિટિવ આવતા શિક્ષણ આલમમા ફફડાટ વ્યાપ્યો છે.વડોદરાના નવનિયુક્ત મેયર કેયુર રોકડિયાનો રિપોર્ટ પોઝિટીવ આવતા હાલ સારવાર હેઠળ છે. બીજી તરફ મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી , પોસ્ટમાં લખ્યું હતું કે પોતે કોરોના સંક્રમિત થયા છે, અને અપીલ કરી હતી કે સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરીને સાવધાની રાખે.
મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી
ડભોઇ તાલુકામાં ત્રણ દિવસમાં ૧૪ શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા
શહેરમાં બુધવારે ૮૨ દર્દીઓને રજા પણ આપવામાં આવી હતી. તો સોમાતળાવ, વડસર, આજવારોડ, વારસીયા, ગોત્રી, સમા, હરણી અને વાઘોડિયારોડ વિસ્તારના ૮ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. હાલમાં ડભોઇ તાલુકામાં ધો.૧૦ની પ્રિલીમ પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષા ઓનલાઇન નહી પરંતુ શાળામાં જ ચાલી રહી છે આ દરમિયાન ત્રણ દિવસમાં ડભોઇ તાલુકાની ૧૪ શાળાના ૧૪ શિક્ષકો પોઝિટિવ આવતા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ડર ઉભો થયો છે તંત્રએ તાલુકાની તામમ શાળાના શિક્ષકોના રિપોર્ટ કઢાવવા માટે કવાયત હાથ ધરી છે.
બીજી તરફ વડોદરામાં વિતેલા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૩૦૭ પોઝિટિવ કેસ નોંધાયા છે તે સાથે દાખલ દર્દીઓની સંખ્યા વધીને ૩,૬૯૮ થઇ છે જેમાંથી ૭૩૮ દર્દીઓ ગંભીર છે અને વેન્ટિલેટર ઉપર રખાયા છે તો ૧,૪૨૮ દર્દીઓ ઓક્સિજન ઉપર છે જ્યારે ૧,૫૩૨ દર્દીઓની સ્થિતિ સામાન્ય છે. જો કે તંત્રએ તો આજે ફક્ત ૧૪૫ પોઝિટિવ કેસની જ જાહેરાત કરી હતી જ્યારે આજે એક પણ મોત તંત્રના ચોપડે નોંધાયુ નથી. બિનસત્તાવાર રીતે આજના ૮ મોત સાથે મોતનો કુલ આંકડો ૨,૫૭૪ થયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31