Last Updated on March 4, 2021 by
રાજ્યના વડોદરા શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં વડોદરામાં ગોત્રી વિસ્તારમાં વિદાય વેળાએ જ કન્યાનું મોત નિપજતા હરખનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો છે. વિદાય વખતે કન્યાને ચક્કર આવતા તે ઢળી પડી હતી. જે બાદ તેને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં સારવાર દરમ્યાન કન્યાનું મોત નિપજ્યું હતું..
- ગોત્રી વિસ્તાર માં વિદાય વેળા કન્યા નું મોત
- ગત 1 માર્ચ ના રોજ થયા હતા કન્યા ના લગ્ન
- આજે વિદાય વખતે કન્યાને ચક્કર આવતા હોસ્પિટલ ખસેડાઇ
- એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન કન્યા નું મોત
- મોત બાદ કન્યા નો કોવિડ રિપોર્ટ આવ્યો પોઝિટિવ
- કન્યા ના પરિવારજનો બનાવ ને પગલે શોકાતુર
ઉલ્લેખનીય છે કે મોત બાદ કન્યાનો કોવિડ રિપોર્ટ કરતા તે પોઝિટિવ આવ્યો હતો. સોળ શણગાર સજેલી કોડભરી કન્યા ભાવિ પતિ સાથે સુખી સંસાર માંડે તે પહેલાં જ તેનું મોત થતાં કન્યાના પરિવારમાં માતમ છવાયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31