GSTV
Gujarat Government Advertisement

હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી : 13માંથી 8 યુવતીઓ હાઈલી એજ્યુકેટેડ : વિદેશમાં કર્યો છે અભ્યાસ, પોલીસને વિદેશ ભાગી જવાનો ડર

Last Updated on March 9, 2021 by

વડોદરામાં શનિવારે ગ્રીનવૂડ્સ બંગલોમાં બર્થ-ડે ઉજવણીમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે પાંચ વાહનો, 10 મોબાઈલ મળી 27 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હતો. તો વળી દરોડામાં શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલી 13 યુવતીઓ પૈકી 8 યુવતી વિદેશમાં અભ્યાસ કર્યાનું સામે આવ્યું હતું. બે યુવતીઓ સ્વીત્ઝર્લેન્ડ, 1 અમેરિકા, 4 કેનેડા, 1 લંડનમાં અભ્યાસ કરતી હોવાનું બહાર આવ્યું છે. ગ્રીનવૂડ્સ બંગલોઝમાં રહેતા રાકેશ પંજાબી આફ્રિકાના કોંગોથી વિદેશી દારૂની બોટલ લાવ્યો હોવાની વિગતો પોલીસને મળી હતી.

રાકેશ પંજાબી આફ્રિકાના કોંગોથી વિદેશી દારૂની બોટલ લાવ્યો હોવાની વિગતો પોલીસને મળી

દારૃની પાર્ટીના સ્થળેથી પકડાયેલી ૧૩ યુવતીઓના બ્લડ સેમ્પલના રિપોર્ટ તાકીદે મોકલવા લક્ષ્મીપુરા પોલીસે ફોરેન્સિક વિભાગને જાણ કરી છે. પોલીસે આલ્કોહોલ કે બીજો કોઇ કેફી પદાર્થ છે તેનો પણ ડોક્ટર પાસે અભિપ્રાય માંગ્યો છે. નેપચ્યુન ગ્રીનવુડના પાંચ નંબરના પ્લોટમાં આવેલા બંગલામાંથી પકડાયેલી ૧૩ યુવતીઓએ નશો નહીં કર્યો હોવાનું રટણ કર્યું હતું. પરંતુ તેમણે દારૃ પીધો છે કે કેમ તે જાણવા માટે પોલીસે તમામના બ્લડ સેમ્પલ લેવડાવ્યા છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરે તમામ ૨૩ યુવક-યુવતીઓના બ્લડ સેમ્પલ ગાંધીનગર ફોરેન્સિક લેબમાં મોકલવાની તજવીજ કરી છે.

  • બંગલામાંથી પકડાયેલાઓ વિદેશ ભાગી જાય તેવી દહેશત
  • યુવતીઓને નોટિસો આપી શહેર નહીં છોડવા પોલીસનું ફરમાન
  • ગોત્રીના બંગલામાં દારૃની પાર્ટી
  • પકડાયેલા યુવાન-યુવતીઓ કેસ ચાલે તે પહેલાં વિદેશ ભાગી જાય તેવી પોલીસને દહેશત છે.

યુવતીઓને વડોદરાની બહાર નહીં જવા પોલીસે નોટિસ આપી

ઉપરોક્ત બંગલામાંથી દારૃની બોટલો અને નશામાં પકડાયેલા કેટલાક યુવકો વિદેશ અભ્યાસ કરી રહ્યા છે. જેથી કોર્ટમાં કેસ ચાલે તે દરમિયાન તેઓની વડોદરામાં હાજરી આવશ્યક છે. આ જ રીતે જે ૧૩ યુવતીઓના બ્લેડ સેમ્પલો લેવામાં આવ્યા છે તે યુવતીઓના બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવે તો પોલીસની દોડધામ વધી જાય તેમ હોવાથી આ રિપોર્ટ ના આવે ત્યાં સુધી યુવતીઓને વડોદરાની બહાર નહીં જવા પોલીસે નોટિસ આપી છે. પોલીસે ઉપરોક્ત સ્થળેથી વિદેશી દારૃની ત્રણ ખાલી બોટલ, એક અડધી બોટલ અને એક આખી બોટલ ઉપરાંત કોલ્ડ ડ્રિંક્સની ચાર બોટલો પણ કબજે કરી હતી.

આફ્રિકાના કોંગોથી યુવક લાવ્યો હતો દારૂ

પોલીસે તમામ નબીરાઓને પોલીસ સ્ટેશનમાંથી જ ગઇરાતે જામીન પર છોડી દીધા હતા.પાર્ટીના આયોજક રાજ પંજાબીએ દારૃની બે બોટલો પોતે તા.૧૮મી ફેબુઆરીએ આવ્યો ત્યારે આફ્રિકાના કોંગો ખાતે માતા-પિતાને મળવા ગયો ત્યારે ત્યાંથી લાવ્યો હતો અને બાકીની ત્રણ બોટલો મુંબઇથી ખરીદી હોવાની કબૂલાત કરી બિલો રજૂ કરતાં પોલીસ માટે રિમાન્ડ માટે કારણ રહ્યું નહતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ કેસમાં કોઇ વોન્ટેડ પણ નથી કે જેને શોધવા રિમાન્ડ લેવા પડે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33