Last Updated on March 24, 2021 by
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આગની ઘટનાના અહેવાલ સામે આવી રહ્યા છે, ત્યારે આવી જ એક આગની ઘટના વડોદરા શહેરમાંથી સામે આવી છે. જેમાં વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં અગરબત્તી બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. શ્રીજી અગરબત્તી કંપનીમાં અચાનક રહસ્યમય સંજોગોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો. ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે.

ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો
બીજી તરફ આગ લાગ્યા બાદ કોઇ જાનહાનિ ન થાય તે માટે આસપાસના શેડના વીજ કનેકશન પણ બંધ કરવામા આવ્યા. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત એવા રીલીઉ રોડ પર એક કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ભંયકર આગ લાગી હતી. અંદાજીત 17થી વધુ ફાયર ફાયટરની ગાડીઓ ત્યાં પહોંચીને આગને કાબુમાં લીધી હતી. જ્યારે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

અગરબત્તી બનાવતી આ કંપની બે માળની છે જેમાં પહેલા માળે આગ લાગી હતી અને અગરબત્તી બનાવવા નો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો આ જથ્થો જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે આગ કાબૂમાં લેવાની મુશ્કેલી પડી હતી.
શ્રીજી અગરબત્તી કંપનીમાં લાગેલી ભીષણ આગને કારણે તેમાં કામ કરતી મહિલાઓ સવારની પાળીમાં કંપની ખાતે પહોંચી હતી ત્યારે આગ જોઈને મહિલા કામદારો રડી પડી હતી. આગને કારણે મહિલા કામદારો એક બીજાને સાંત્વના આપકી નજરે પડી હતી કે આપણી મહેનત થી ફરી આ કંપની શરૂ કરીશું અને આગળ ધપાવીશું.
આગને કારણે મહિલા કામદારો એક બીજાને સાંત્વના આપકી નજરે પડી
ફાયર બ્રિગેડ સતત છ કલાક સુધી પાણી મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી. તેમ છતાં કંપનીમાં 9:00 પણ આગની જ્વાળાઓ નજરે પડી હતી. આ આગ કેવી રીતે લાગી તેની સત્તાવાર જાણકારી મળી નથી પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31
