Last Updated on April 7, 2021 by
વડોદરા શહેરમાં કોરોનાની સારવાર લેતા ૧૬ દર્દીઓના મોત થયા છે. જ્યારે જમનાબાઇ હોસ્પિટલના ફિઝિશિયન સહિત ચાર ડોક્ટર્સ અને વધુ ૩૮૫ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે કોરોનાની સારવાર લેતા ૨૧૨ દર્દીઓને રજા આપવામાં આવી છે. વેન્ટિલેટર અને ઓક્સિજનના સપોર્ટ પરના દર્દીઓની સંખ્યા પણ આજે વધી ગઇ છે.
ચોવીસ કલાકમાં કુલ ૧૬ દર્દીઓના મોત
કોરોના વધુ ને વધુ વિકરાળ સ્વરૃપ ધારણ કરી રહ્યો છે. રોજના મોત અને પોઝિટિવ દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. ચોવીસ કલાક દરમિયાન આજવા રોડ, વાઘોડિયા રોડ, ગોત્રી, માંજલપુર, છાણી વિસ્તારના કુલ ૧૬ દર્દીઓના મોત થયા છે. સત્તાવાર રીતે મોતનો આંક આજે પણ માત્ર એક જ છે.
સરકારી હોસ્પિટલના ફિઝિશિયન કોરોના સંક્રમિત
શહેરની મધ્યમાં આવેલી જમનાબાઇ સરકારી હોસ્પિટલના ફિઝિશિયન, આર.એમ.ઓ.તથા પી.જી.કરતા બે વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ ડોક્ટરના રિપોર્ટ પેન્ડિંગ છે. આ ડોક્ટરના હાથે સારવાર લેનાર દર્દીઓ પણ કોરોનાથી સંક્રમિત થાય તેવી શક્યતા છે. ચોવીસ કલાક દરમિયાન શહેર અને ગ્રામ્ય વિસ્તારના કુલ૫,૫૯૩ દર્દીઓના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.જે પૈકી ૩૮૫ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કોરોનાના કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૦,૭૧૧ પર પહોંચી ગઇ છે.
શહેરમાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા ૨,૮૫૨ છે. જે પૈકી ૧૭૨ દર્દીઓ ઓક્સિજન અને ૧૦૭ દર્દીઓ વેન્ટિલેટરના સપોર્ટ પર છે. કોરોનાની અસર ધરાવતા કુલ ૭,૩૫૪ દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન છે. હાઉસ ટુ હાઉસના સર્વે દરમિયાન કુલ ૮૨૪ ટીમ દ્વારા કરવામાં આવેલી ચકાસણી દરમિયાન તાવના ૬૩ દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે ધન્વંતરી રથની ૩૪ ટીમ દ્વારા કુલ ૩,૦૪૫ લોકોના હેલ્થની ચકાસણી કરવામાં આવી હતી.તે દરમિયાન તાવના ૧૬ અને શરદી ખાંસીના ૯૯ દર્દીઓ મળી આવ્યા હતા.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31