GSTV
Gujarat Government Advertisement

બાપુનગર પોલીસ સ્ટેશન પીઆઇ સામે ફરિયાદ, ચોરી કેસમાં આરોપીને છોડી મુકાયાનો આક્ષેપ

Last Updated on March 25, 2021 by

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિરુદ્ધ અરજી થઈ છે. ચોરી કેસના આરોપીને છોડી મુકતા ફરિયાદીએ પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે. વેપારીની દુકાન બહાર  વાહનની બેટરી ચોરવાનો પ્રયાસ કરતો શખ્સ સીસીટીવીમાં દેખાયો હતો..અને વેપારીએ જ ચોરને પકડીને બાપુનગર પોલીસના હવાલે કર્યો હતો. જોકે પોલીસે તે શખ્સને છોડી દીધો હતો..તેમજ વેપારીએ પ્રશ્ન પૂછતા પીએસઆઈએ ઉદ્ધતાઈ પૂર્ણ વર્તન કર્યુ હોવાનો પણ પોલીસે આક્ષેપ લગાવ્યો છે.

  • બાપુનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વિરુદ્ધ થઇ અરજી…
  • ચોરી ના આરોપીને છોડી મુકતા ફરિયાદીએ પોલીસ કમિશનરને કરી લેખિતમાં જાણ…
  • બાપુનગર વિસ્તારમાં ડેકોરેશનનો વ્યવસાય કરનાર વેપારીએ કરી અરજી…
  • વેપારીની દુકાનની બહાર પડેલા વાહનની બેટરી ચોરવાનો પ્રયાસ કરતા સીસીટીવી ફૂટેજમાં ચોર દેખાયો હતો…
  • વેપારીએ ચોરને પકડીને બાપુનગર પોલીસના હવાલે કર્યો હતો…
  • આક્ષેપિત ચોરને છોડી મુકતા વેપારીએ પ્રશ્ન પૂછતાં પીએસઆઇએ ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કર્યું હોવાનો વેપારીનો આક્ષેપ…

આરોપીએ કર્યો ગુન્હો કબૂલ
પોલીસ કમિશ્નરની અરજીમાં આક્ષેપ કરાવવામાં આવ્યો છે, અરજીમાં અરજદારે લખ્યું છે કે તેઓ સુનિતા ડેકોરશનના નામથી વેપાર કરે છે, તેમણે તેમના સીસીટીવીને સ્માર્ટફોન સાથે જોડાયેલું છે, તેઓ સોમવારે રાત્રીએ પોતાના ઘરે આરામ કરી રહ્યા હતા ત્યારે તેઓ તેમના ઓફિસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ નિહાળી રહ્યા હતા, તે દરમ્યાન તેમને કંઈક અજુતું લાગ્યું કે જેમાં તેમણે જોયું કે ઓફિસની બહાર એક યુવકની હિલચાલ શંકાસ્પદ લાગી હતી,

પાર્ક કરેલી લોડિંગ રીક્ષામાં કંઈક શંકાસ્પદ કાર્ય કરી રહ્યો હતો

આ યુવાનબહાર પાર્ક કરેલી લોડિંગ રીક્ષામાં કંઈક શંકાસ્પદ કાર્ય કરી રહ્યો હતો, અરજદારે તે શખ્સને ઝડપી લીધો હતો. સખ્તાઈ પૂર્વક પૂછ પરછ દરમ્યાન યુવકે તેનું નામ જણાવ્યું અને ચોંકાવનારી કબૂલાત કરી કે તે ઘણા સમયથી વિવિધ ગાડીઓની બેટરીની ચોરી કરતો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33