GSTV
Gujarat Government Advertisement

અહીં હવે સાર્વજનિક સ્થળોએ બુર્ખા પહેરવા પર પ્રતિબંધ! વોટિંગ દ્વારા લેવાયો નિર્ણય

બુર્ખા

Last Updated on March 8, 2021 by

સ્વીત્ઝર્લેન્ડમાં બુર્ખા પર બેનને લઇ ચાલી રહેલ વિવાદ વચ્ચે રવિવારે એના પર જનમત સંગ્રહ એટલે રેફરેન્ડમ કરાવવામાં આવ્યું. જનમત સંગ્રહમાં સાર્વજનિક સ્થળોએ બુર્ખા માટે લોકોએ મતદાન કર્યું. એક રિપોર્ટ મુજબ હજુ સુધી પરિણામના આધારે 50%થી વધુ લોકોએ બેનના પક્ષમાં મતદાન કર્યું, લગભગ 54% મતદાતા બુર્ખા, નકાબને ગેરકાનૂની ઘોષિત કરવાના પક્ષમાં છે.

સ્વિસ મતદાતાઓ દુકાનો, રેસ્ટોરન્ટ અને રસ્તાઓ પર પોતાના ચહેરાને પુરી રીતે કવર કરવાથી લોકોને બેન કરવાનાની પહેલના પક્ષમાં વોટ નાખ્યા. જો કે સ્વીત્ઝર્લેન્ડ સાંસદ અને દેશઈ સંઘીય સરકારની ગઠન કરવા વાળી સાત સદ્સ્યયી કાર્યકારી પરિષદે આ જનમત સંગ્રહ પ્રસ્તાવનો વિરોધ કર્યો.

આ અંગે કરાયું મતદાન

બુર્ખા સાર્વજનિક સ્થળો પર પહેરવાની છૂટ હોવી જોઈએ કે નહિ, આ વાતનો નિર્ણય કરવા માટે જનમત સંગ્રહનો સહારો લેવામાં આવ્યો. જેના પર સ્વીત્ઝર્લેન્ડની જનતાએ 7 માર્ચે મતદાન કર્યું. એની સાથે જ દેશના પ્રત્યક્ષ લોકતાંત્રિક સિસ્ટમમાં કેટલાક ફેરફારને લઈને પણ જનતાનું મંતવ્ય માંગવામાં આવ્યું. આ તમામ મુદ્દા પર જનમત સંગ્રહ દરમિયાન મતદાન થયું.

બોડકાસ્ટર SRFના અનુમાન જો કે આંશિક પરિણામ મુજબ, લગભગ 54% લોકોએ હજુ સુધી બુર્ખા બેન કરવાના પ્રપોઝલનું સમર્થન કર્યું છે. આ પહેલા જનમન સર્વેક્ષણોએ પણ સંકેત આપ્યા હતા કે બુર્ખા પર પ્રતિબંધ કાનૂન બની જશે.

ત્યાં જ આ મુદ્દે સ્વિટ્ઝર્લેન્ડના મુસલમાનોનું કહેવું છે કે દક્ષિણપંથી પાર્ટી વોટર્સને રીઝવવા માટે મુસલમાનોને દુશ્મન હેઠક રજુ કરી રહી છે. ઘણા મુસ્લિમોએ ચેતવણી આપી છે કે આ પ્રકારના બેનથી દેશમાં લોકો વચ્ચે મતભેદ વધશે.

આ દેશોમાં બુર્ખા પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે ફ્રાંસે 2011માં જ ચહેરાને પુરી રીતે ઢાંકવા વાળા કપડાં પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યાં જ ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ અને બલ્ગેરિયામાં સાર્વજનિક જગ્યાઓ પર બુર્ખા પહેરવા પર પ્રતિબંધ છે. યુનિવર્સીટી ઓફ લુસર્નના અનુમાન મુજબ, સ્વીત્ઝર્લેન્ડમાં બુર્ખા કોઈ નથી પહેરતું. માત્ર 30% મહિલાઓ નકાબી લાગે છે. સ્વીત્ઝર્લેન્ડમાં 5.2% આબાદી મુસ્લિમ છે. સ્વીત્ઝર્લેન્ડમાં મુસ્લિમ આબાદી 86 લાખ છે. જેમાંથી વધુ તુર્કી, બેસ્નિયા અને કોસોવોના છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33