Last Updated on March 16, 2021 by
કેન્દ્ર સરકાર તરફથી બજેટ 2021માં કરવામાં આવેલી જાહેર ક્ષેત્રની બે બેન્કના ખાનગીકરણની ઘોષણા વિરુદ્ધ યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ(UFBU) હેઠળ 9 યુનિયને 15 અને 16 માર્ચે બે દિવસ બેન્ક હડતાલનું એલાન કર્યું છે. જે હેઠળ બે દિવસ બેન્કનું કામકાજ ઠપ્પ રહ્યું. જો કે ખાનગી ક્ષેત્રની બેન્ક આઈસીઆઈસીઆઈ બેન્ક , HDFC બેન્ક અને એક્સિસ બેન્કની શાખાઓ રોજની જેમ કામ કરી રહી છે.
સરકાર લેવડ-દેવળ પર વધુ શાખા પર ચેક ક્લિયરન્સ પર અસર
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ બે જાહેર ક્ષેત્રની બેન્કના પ્રાઇવેટાઇઝેશનની ઘોષણા કરી હતી. આ પહેલા સરકાર IDFC બેન્કનું ખાનગીકરણ કરી ચુકી છે. જેની મોટા ભાગની ભાગીદારી વીમા ક્ષેત્રની કંપની LICને વેચી દેવામાં આવી છે. એ ઉપરાંત સરકાર છેલ્લા ચારે વર્ષમાં 14 બેંકોનું વિલય કરી ચુકી છે. ઓલ ઇન્ડિયા એમ્પ્લોયીઝ એસોસિએશન(AIBEA)ના મહાસચિવ વેંકટચલમ મુજબ, બેંકોની શાખા સ્તર પર ચેક ક્લિયરન્સ અને સરકારી લેવડ-દેવળ પર હડતાલની અસર પડી છે.
શેર બજાર અને મુદ્રા બજાર પર પણ દેખાઈ અસર
વેંકટચલમે જણાવ્યું કે મુદ્રા બજાર અને શેર બજાર પર પણ અસર જોવા મળી છે. શેર બજારમાં સોમવારે બેન્કિંગ સેક્ટર શેરોમાં મોટો કડાકો જોવા મળ્યો. વેંકટચલમએ કહ્યું કે હડતાળની રીતે પહેલો દિવસ સફળ રહ્યો.
જણાવી દઈએ કે UFBUના સભ્યોમાં ઓલ ઇન્ડિયા એમ્પ્લોયીઝ એસોસિએશન (All India Bank Employees Association -AIBEA), ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશન ((All India Bank Officers Confederation -AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેન્ક એમ્પ્લોયીઝ (National Confederation of Bank Employees – (NCBE), ઓલ બેન્ક ઓફિસર્સ એસોસિએશન (All India Bank Officers Association -AIBOA) અને બેન્ક એમ્પ્લોયીઝ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા (Bank Employees Confederation of India -BEFI) સામેલ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31