Last Updated on March 15, 2021 by
સરકારી બેંકોનાં ખાનગીકરણનાં વિરોધમાં સરકારી બેંકના કર્મચારીઓ આજ અને આવતીકાલ એમ બે દિવસ માટે હડતાલ પાડશે. બેંક યુનિયનોનું કહેવું છે કે હડતાલથી દેશભરનાં 10 લાખથી પણ વધુ કર્માચારીઓ જોડાશે. આ હડતાલમાં જાહેર ક્ષેત્રની સાથે-સાથે ગ્રામીણ બેંકો પણ સામેલ થશે.
બેંક યુનિયનનાં કેન્દ્રિય સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે આ હડતાળની ઘોષણા કરી છે. જેમાં દેશની સૌથી મોટી બેંક SBI, કેનેરા બેંક, અને બેંક ઓફ મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. SBIનાં ગ્રાહકોને 14 માર્ચ રવિવારે UPI પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવી શકે છે. જો કે યુઝર્સ યોનો, યોનો લાઇટ, નેટ બેંકિંગ અને ATM નો ઉપયોગ કરી શકે છે.
જો કે 15 અને 16 માર્ચે હડતાલથી કામકાજ પર ઓછી અસર પડશે કેમ કે હડતાળ દરમિયાન ટ્રાન્ઝેક્સનનાં અન્ય વિકલ્પો પણ ગ્રાહકો સામે હશે. ગ્રાહકો 15 અને 16 માર્ચે બ્રાંચમાં ગયા સિવાય પણ યુપીઆઇ પેમેન્ટ સર્વિસ દ્રારા પણ ટ્રાન્ઝેક્સન કરી શકે છે. તે જ પ્રકારે નેટ બેંકિંગ અને ATM નો ઉપયોગ કરી શકે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31