GSTV
Gujarat Government Advertisement

સસ્તામાં ખરીદો ઘર અને પ્રોપર્ટી : આ બેન્ક કરી રહી છે દેશભરમાં 2000થી વધુ સંપત્તિઓની હરાજી, તક ના ચૂકતા

બેન્ક

Last Updated on March 13, 2021 by

જો તમે સસ્તામાં ઘર, પ્રોપર્ટી અથવા કારોબાર માટે કોઈ સાઈટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે શાનદાર મોકો છે. કેનેરા બેન્ક તમારા માટે મોટી ઓફર લાવી છે. આ સરકારી બેન્ક દેશભરમાં 2,000થી પણ વધુ સંપત્તિની ઈ-હરાજી કરવા જઈ રહી છે. એના માટે તમે ઓનલાઇન બોલી લગાવી શકો છો. એની જાણકારી કેનેરા બેંકે ટ્વીટર પર આપી. તો આવો જાણીએ આ ઈ-હરાજીની મહત્વપૂર્ણ જાણકારી.

16 અને 26 માર્ચે થશે ઈ-ઓક્શન

ટ્વીટર પર આપવામાં આવેલી જાણકારી મુજબ, કેનેરા બેન્કની ઈ-હરાજી 16 માર્ચ અને 26 માર્ચે થશે. એમાં ફ્લેટ/એપાર્ટમેન્ટ/આવાસીય ઘર ઓફિસ, ઇન્ડસ્ટ્રીયલ જમીન/ભવન અને ખાલી સાઈટની હરાજી થશે. આ પ્રોપર્ટી બેન્ક તરફથી સમય-સમય પર ડિફોલ્ટર પાસે રિકવરી માટે મોર્ગેજ પ્રોપર્ટીની હરાજી કરવામાં આવશે.

જાણો શું કહ્યું બેંકે ?

Canara Bankએ પોતાના ટ્વીટમાં કહ્યું કે આ મૂલ્યવાન સંપત્તિના માલિક બનો! સંપત્તિની બોલી લગાવો, સંપત્તિ પોતાના નામે કરો. પુરા ભારતના પ્રમુખ શહેરોમાં સંપત્તિ ખરીદવા આ મોકો છે પૂરો ફાયદો ઉઠાવો. એટલે કે તમે સસ્તું ઘર, એપાર્ટમેન્ટ અને જમીનના માલિક બની શકો છો. ઈ-હરાજીમાં ભાગ લેવા માટે તમારે ઓનલાઇન આવેદન કરવું પડશે. તમને કેનેરા બેન્કના બ્રાન્ચ પર KYCની પુરી ડીટેલ માટે તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરવાના રહેશે.

પુરી જાણકારી માટે અહીં જુઓ

ટ્વીટર હેન્ડલ પર બેન્ક દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, ઇચ્છુક ગ્રાહક સંપત્તિ માટે કેનેરા બેન્કની કોર્પોરેટ વેબસાઈટ https://canarabank.com પર જાઓ. બેંકે કહ્યું કે, ગ્રાહક કોર્પોરેટ વેબસાઈટ https://canarabank.com > ટેન્ડર > વેચાણ સૂચના અને અમારી હરાજી સેવા ના પાર્ટનર પર સંપર્ક કરી શકે છે. એ ઉપરાંત આ વેબસાઈટથી પણ જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

  • https://indianbankseauction.com (M/S Canbank Computer Services Ltd)
  • https://canarabank.auctiontiger.net (M/S E Procurement Technologies Pvt Ltd)
  • https://bankeauctionwizard.com (M/S Antares System Ltd)
  • https://ibapi.in (M/S MSTC Ltd) (e-Bkraya)
  • https://bankeacutions.com (M/S C1 India Pvt Ltd)

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30