Last Updated on March 24, 2021 by
બેંક ખાતા અને ATMમાંથી પૈસા ઉપાડવા સામાન્ય વાત છે. દેશના મોટાભાગના લોકોએ કોઇને કોઇ બેંક ખાતુ ખોલાવી રાખ્યુ હશે. બેંક પોતાની તરફથી ઘણી સર્વિસીઝ ફ્રીમાં આપે છે પરંતુ અનેક પ્રકારની સર્વિસ માટે બેંક તમારી પાસેથી ચાર્જ વસૂલે છે. ઘણીવાર એવુ થાય છે કે ATM ટ્રાન્જેક્શન કરતી વખતે આપણે બેલેન્સનું ધ્યાન રાખવાનું ભૂલી જઇએ છીએ કે આપણા એકાઉન્ટમાં અપૂરતુ બેલેન્સ છે.
એક ઉદાહરણ તરીકે એવી રીતે સમજો કે આપણા ખાતામાં 3000 રૂપિયા હોય અને એટીએમમાં 3500 રૂપિયા નાખો છો તો ટ્રાન્ઝેક્શન તો ફેલ થવાનું જ, પરંતુ એનું નુકસાન આપણને જ થાય છે. પર્યાપ્ત બેલેન્સ નહિ હોવા પર એટીએમ ટ્રાન્ઝેક્શન કર્યું અને ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો બેન્ક ચાર્જ વસુલે છે. આ ચાર્જ પ્રતિ ટ્રાન્ઝેક્શન 20-25 હોઈ શકે છે.
ATM ટ્રાન્ઝેક્શનનો આ નિયમ ડિસેમ્બર 2020માં લાગુ થઇ ગયો છે. બેન્ક એકાઉન્ટમાં ડિપોઝીટ ઓછુ હોવાથી ATMથી ઉપાડતી સમયે તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થાય છે. એવામાંતો તમારે ફાઈન આપવું પડશે. એના માટે પૈસા ઉપાડતી સમયે પોતા એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી લેવો. અલગ અલગ બેંકો તરફથી આના પર અલગ ચાર્જ વસુલવામાં આવે છે. આવો જાણીએ બેંકો કેટલો ચાર્જ વસુલે છે.
SBI ગ્રાહકોએ કેટલો આપવો પડે છે ચાર્જ?
દેશની સૌથી મોટી સરકારી બેંક SBI ગ્રાહકને પર્યાપ્ત બેલેંસ નહિ હોવાના કારણે ATM Failed transaction થવા પર 20 રૂપિયાની પેનલ્ટી આપવાની હોય છે. તે ઉપરાંત તેના પર અલગથી GST લાગશે. HDFC બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક અને ICICI બેંક ઓછા અકાઉન્ટ બેલેંસ પર ટ્રાંન્ઝેકશન ફેલ થવા પર ફાઈન વસૂલે છે.
HDFC બેંકમાં કેટલો આપવો પડે છે ફાઈન
એક વાર ટ્રાંજેક્શન ફેલ હોવા પર HDFC બેંકના ગ્રાહકોને 25 રૂપિયા ચુકવવા પડે છે. દુનિયાની અન્ય બેંકોના એટીએમમાં અથવા ભારતની બહાર કોઈ મર્ચેન્ટ આઉટલેટ પર, ઈંસફિશિએંટ બેલેન્સ હોવાની સ્થિતીમાં પણ 25 રૂપિયા ફાઈન વસૂલવામાં આવે છે.
કોટક મહિન્દ્ર બેંક, એક્સિસ બેંક અને યસ બેંક
એટીએમ ટ્રાંજેક્શન ફેલ હોવા પર કોટક મહિન્દ્રા બેંક 25 રૂપિયા ચાર્જ વસૂલે છે. તો વળી ઈંસફિશિએંટ બેલેન્સ હોવાના કારણે યસ બેંક દર મહિને 25 રૂપિયાનો ચાર્જ વસૂલે છે. એક્સિસ બેંકના ઘરેલૂ એટીએમમાં ઈંસફિશિએંટ બેલેન્સ હોવા પર એટીએમ ટ્રાંજેક્શન માટે 25 રૂપિયા પ્રતિ ટ્રાંજેક્શનનો ચાર્જ વસૂલવામાં આવે છે.
દંડથી બચવા માટે શું કરવું જોઈએ
જો તમને એ યાદ નથી કે તમારા એકાઉન્ટમાં કેટલા પૈસા છે તે યાદ નથી, તો તમારે એટીએમ પર જતા પહેલા તપાસ કરવી જ જોઇએ.મોટાભાગની બેંકો SMS અને કોલ દ્વારા ખાતાના બેલેન્સને ચેક કરવાની સુવિધા આપે છે, તમે આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો. એકાઉન્ટ બેલેન્સ તપાસવા માટે તમે સંબંધિત બેંકની UP એપ અથવા તો બેન્કિંગ ેપનો વપરાસ કરી શકો છો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31