Last Updated on March 8, 2021 by
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના નજીક આવવાની સાથે જ તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. આ દરમિયાન અમુક નેતાઓ નૈતિકતા ભૂલ મતદારોને ડરાવવાનું કામ કરી રહ્યાં છે. મમતા સરકારમાં કૃષિ મંત્રી તપન દાસગુપ્તાએ વોટ ના મળવા પર મતદારોને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી.
તપન દાસગુપ્તાએ એક રેલી દરમિયાન કહ્યું કે,‘જે ક્ષેત્રોમાં મને વોટ નહીં મળે, તે વિસ્તારોમાં વિજળી-પાણી નહીં પહોંચે. આ નક્કી છે. પછી આ માટે લોકો ભાજપનો સંપર્ક કરે.’ વિધાનસભા ચૂંટણી અગાઉ પશ્ચિમ બંગાળના ધારાસભ્ય હમીદુલ રહેમાને પણ ચૂંટણી બાદ વોટ ના આપનારા મતદારોને જોઈ લેવાની ધમકી આપી હતી. રહેમાને આરોપ લગાવ્યો હતો કે, મમતા સરકારની યોજનાઓનો લાભ લીધા બાદ પણ લોકો દગો આપે છે. આવા લોકોને દગાબાજ જેવા કામ આપવામા આવશે.
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જીની સામે નંદીગ્રામથી BJPનાં ઉમેદવાર બનાવવામાં આવેલા સુવેન્દુ અધિકારીએ શનિવારે પોતાના પ્રચારમાં આક્રમકતા લાવવાનું શરૂ કર્યું. મુચિપાડાની રેલીમાં અધિકારીએ કહ્યું કે, “જો શ્યામા પ્રસાદ મુખર્જી ન હોત તો ભારત એક ઇસ્લામિક દેશ બની ગયો હોત અને આપણે બાંગ્લાદેશમાં રહેતા હોત.”
અત્રે ઉલ્લેખનિય છે કે, શ્યામા પ્રસાદ મુખર્જી જનસંઘના સ્થાપકોમાં પૈકીનાં એક હતા. જનસંઘ જ સમયાત્તરમાં BJP બની છે. અધિકારીએ કહ્યું કે નંદિગ્રામ સીટ મારા માટે પડકાર નથી. હું નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવીશ અને તેમને કોલકાતા પાછા મોકલીશ દઇશ.
સમગ્ર બંગાળમાં કમળ ખીલશે
અધિકારીએ કહ્યું કે BJPના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા મને અપાયેલી જવાબદારીનું હું સ્વાગત કરૂ છું. હું પાર્ટીનો શિસ્તબદ્ધ અને ગંભીર સૈનિક છું. નંદીગ્રામ અને સમગ્ર બંગાળમાં કમળ ખીલશે. તે (મમતા બેનર્જી) નંદિગ્રામ સીટ પરથી 50 હજાર મતોથી હારી જશે.
કાલ્પનિક પ્રશ્નોના જવાબ આપીશ નહીં: અધિકારી
અધિકારીએ કહ્યું કે BJPમાં નિર્ણયો ખાનગી લેવામાં આવતા નથી. હું પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર છું. અમે એક ટીમ તરીકે કામ કરી રહ્યા છીએ. પૂછવામાં આવ્યું કે જો બંગાળની ચૂંટણીમાં BJPનો વિજય થયો છે, તો તે મુખ્યમંત્રી બનશે? આ તરફ, આ અંગે પૂર્વ રાજ્ય પ્રધાને કહ્યું કે તેઓ કાલ્પનિક પ્રશ્નોના જવાબ નહીં આપે.
એટલે જ ભવાનીપુરથી ભાગી ગઈ મમતા
સુવેન્દુ અધિકારીએ કહ્યું કે મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ભાગ્યા છે કારણ કે 2019 ની ચૂંટણીમાં મમતાના બૂથ પર પણ BJPનો વિજય થયો હતો. ભવાનીપુર વિધાનસભા બેઠક પણ BJP જીતશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31