GSTV
Gujarat Government Advertisement

બનાસકાંઠાની આ મહિલા અન્ય ખેડૂતો માટે બની પ્રેરણારૂપ, નજીવા ખર્ચે બટન મશરૂમની ખેતી કરી કમાય છે લાખો રૂપિયા

Last Updated on March 8, 2021 by

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ ઇકબાલગઢમાં એક મહિલા નજીવા ખર્ચે બટર મશરૂમની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે. જેથી આ મહિલા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની છે.

ઇકબાલગઢમાં મિતલબેન પટેલે બટન મશરૂમની ખેતી કરી મહિલા સશકિતકરણને એક નવો વેગ આપ્યો છે. મિતલબેન પટેલનો પરિવાર ખૂબ જ શિક્ષિત છે અને ખેતીથી સંકળાયેલ છે. જેથી મિતલબેન પટેલે ઘરે બેઠા બેઠા કંઈક નવું કરવાનો વિચાર આવતા જ તેમને મામૂલી ખર્ચમાં બટન મશરૂમની ખેતી કરવાનું વિચાર્યું.

તેઓએ પોતાના ઘરે જ વાસમાંથી રૂમનો સેડ બનાવ્યો છે. નજીવા ખર્ચે બટન મશરૂમ માટે આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું અને તેમાં બીટ મશરૂમની ખેતી કરીને સફળતા મેળવી તેઓ દિવસનું 15થી 20 કિલો બટન મશરૂમનું ઉત્પાદન કરે છે.

આ મશરૂમ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ વેચાણ કરે છે. મિતલબેન ઘરે બેઠા બેઠા બટન મશરૂમના પેકિંગ તૈયાર કરીને રાજસ્થાનની મોટા ભાગની હોટલો અને ગુજરાતી હોટલોમાં વેચાણ કરીને સારી એવી આવક મેળવી રહ્યાં છે તેઓના મતે 200 રૂપિયા ભાવે કિલો વેચાણ થાય છે. બીજા મશરૂમ કરતા બટન મશરૂમની ડિમાન્ડ માર્કેટમાં વધુ છે જેના કારણે ગ્રાહકો સામેથી તેમના ઘરે આવીને ઓર્ડર આપી આ મશરૂમ લઈ જાય છે.

મિતલબેને ખેતી માટે ઊભા કરેલા સ્ટ્રક્ચરનો ખર્ચ 30થી 40 હજાર જેટલો થયો છે. આમ, બટર મશરૂમની ખેતી ખૂબ જ સરળ ઝડપથી થતી હોવાથી મિતલબેન આજે અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયી બન્યા છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33