Last Updated on March 9, 2021 by
બનાસકાંઠામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ છે. બટાકાની માંગ ઘટતા ભાવ તળીયે બેસી ગયા છે. વેપારીઓ પણ બટાકા ખરીદવા માટે ખેતરમાં આવતા નથી તેવામાં ખેડૂતોએ બટાટાનું વેચાણ ક્યાં કરવું તે પણ એક મોટો સવાલ ઉપસ્થિત થયો છે.
બનાસકાંઠા જિલ્લામાં 68 હજાર હેકટરના બટાકાનું વાવેતર થયું છે. બટાટા નીકળવાની શરૂઆત સાથે જ બટાકાના ભાવ ગગડી ગયા છે. ગત વર્ષે બટાકાના ભાવ ઊંચા હતા તેના કારણે બિયારણ અને ખાતર પણ ઊંચા ભાવે લાવીને ખેડૂતોએ વાવેતર કર્યું હતું. પરંતુ હવે આટલો ખર્ચો કર્યા બાદ પણ બટાકાનો ભાવ તળીયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ખેડૂતોએ ના છૂટકે બટાટા સ્ટોરમાં મૂકવાની ફરજ પડી રહી છે. તો બીજી તરફ કોલ્ડ સ્ટોરેજના ભાડામાં પાંચ ટકાનો વધારો કરાયો છે જેથી ખેડૂતોને એક તરફ બટાટાના ભાવ નથી મળતા અને બીજી બાજુ સ્ટોરના ભાડામાં પણ વધારો થતાં બે બાજુ માર સહન કરવાનો વારો આવ્યો છે.
ડીસામાં ખેડૂતોએ 2200થી 2300ના ભાવનું બિયારણ લાવી બટાટાની ખેતી કરી પરંતુ ગુજરાત સહિત ચારે બાજુ મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર થતા બટાટાના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. 80 ટકા ખેડૂતો બટાટા કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવી રહ્યાં છે. જેથી સરકાર ખેડૂતોના હિત માટે કંઈક વિચારે નહીંતર આગામી સમયમાં હજુ પણ બટાટામાં વિકટ પરિસ્થિતિ સર્જાય તેમ છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31