Last Updated on March 21, 2021 by
વલસાડમાં કોરોનાના કહેર વચ્ચે વલસાડનો તિથલનો દરિયાકિનારો સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. જેને લઈને સહેલાણીઓએ પરત ફરવું પડ્યું હતું. જિલ્લા બહારથી આવતા તમામ પર્યટકોને ચેકપોસ્ટ પર રોકી દેવામાં આવે છે. આવનાર તહેવારોને લઈને તિથલ બીચ હવે બંધ રહેશે. જેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરના આદેશનું કડક રીતે પાલન કરવામાં આવ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે ત્યારે રાજ્યના અનેક મહાનગરો તેમજ જાહેર ફરવાના સ્થળો તેમજ ધાર્મિક સ્થળો ઉપરાંત ધાર્મિક કાર્યક્રમો પર પણ રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસ હવે ‘માતેલા સાંઢ’ની જેમ બેકાબુ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૫૬૫ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઇ હતી. આમ, રાજ્યમાં પ્રત્યેક કલાકે ૬૫ વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. રાજ્યમાં ૨૯ નવેમ્બર એટલે કે ૧૧૧ દિવસમાં પ્રથમ વાર કોરોનાએ ૧૫૦૦ની સપાટી વટાવી છે. હાલમાં ૬,૭૩૭ એક્ટિવ કેસ છે જ્યારે ૬૯ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે, જે ૩૦ ડિસેમ્બર બાદ રાજ્યમાં સૌથી વધુ દૈનિક મરણાંક છે. ગુજરાતમાં હાલ ૨,૮૫,૪૨૯ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૪૩ છે.
સુરતમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના સર્વોચ્ચ કેસ
ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ કેસમાં સુરત ફરી મોખરે રહ્યું હતું. સુરત શહેરમાંથી ૩૮૧-ગ્રામ્યમાંથી ૧૦૩ એમ કુલ ૪૮૪ નવા કેસ સામે આવ્યા હતા. સુરતમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સર્વોચ્ચ કેસ છે. અમદાવાદમાં પણ કોરોનાનો રાફડો ફાટયો છે અને છેલ્લાં ૨૪ કલાકમાં રેકોર્ડ ૪૦૬ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાંથી ૪૦૧-ગ્રામ્યમાંથી ૫ કેસનો સમાવેશ થાય છે. કુલ કેસનો આંક હવે સુરતમાં ૫૮,૦૬૫ જ્યારે અમદાવાદમાં ૬૬,૪૧૭ છે.
જાણો અન્ય શહેરોમાં નોંધાયા કેટલાં કેસ?
જ્યારે વડોદરા શહેરમાં ૧૩૨-ગ્રામ્યમાં ૧૯ સાથે ૧૫૧ જ્યારે રાજકોટ શહેરમાં ૧૨૧-ગ્રામ્યમાં ૩૧ સાથે ૧૫૨ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૩૫ સાથે ભાવનગર, ૩૩ સાથે ગાંધીનગર, ૩૨ સાથે જામનગર, ૨૯ સાથે મહેસાણા, ૨૭ સાથે ખેડા, ૨૪ સાથે પંચમહાલ, ૧૯ સાથે દાહોદ, ૧૮ સાથે નર્મદા, ૧૬ સાથે કચ્છ-સાબરકાંઠા, ૧૪ સાથે ભરૃચ-મહીસાગર, ૧૩ સાથે જુનાગઢ, ૧૨ સાથે આણંદ, ૧૧ સાથે બનાસકાંઠા-મોરબી-પાટણનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31