GSTV
Gujarat Government Advertisement

પીઠ પર નીકળેલ ફોડલીથી છો પરેશાન તો અપનાવો આ ટિપ્સ, દાગ પણ થઇ જશે ગાયબ

એક્ને

Last Updated on February 28, 2021 by

ખરાબ લાઈફસ્ટાઇલના કારણે આપડે બધા કોઈને કોઈ સ્કિન પ્રોબ્લેમમાંથી પસાર થઈએ છે. પીઠ પર એક્ને થવું પણ સામાન્ય વાત છે. આ કોઈ પણ ઉંમરના લોકોને થઇ શકે છે અને એની પાછળ ઘણા કારણ હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, શરીરના કોઈ પણ ભાગમાં એક્ને થઇ શકે છે. એક્ને અને પિમ્પલ્સ થવાનું મુખ્ય કારણ સીબમ અને ઓઇલ ગ્લેડથી નીકળતું નેચરલ તેલ હોઈ શકે છે . એ ઉપરાંત જેનેટિક, પરસેવો, ડેન્ડ્રફ, ટાઈટ કપડાં પહેરાવું હોઈ શકે છે. પીઠ પર થતા દાણા એક્નેના રૂપમાં આવે છે. એક્ને મહિલા પુરુષ કોઈને પણ થઇ શકે છે. જો તમે પણ એક્નેની સમસ્યાથી પરેશાન છે તો અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવશુ જેને અપનાવી તમને તાત્કાલિત આરામ મળશે.

લીંબડાનો પાવડર

એક્નેને ઓછા કરવા લીંબડાનો પાવડર, જાયફળનો પાવડર, એલોવેરા જેલ અને ગુલાબને સાથે ભેળવી. આ પેસ્ટને દર બીજા દિવસે બોડી પર લગાવો.

બાથ પાઉડર

2 ચમચી ફ્લેક્સ સીડ્સ
અડધી ચમચી- ઓરેન્જની છાલનો પાવડર
અડધી ચમચી – જાયફળનો પાવડર
બટાકાનું જ્યુસ અને ચોખાનો પાવડર ભેળવો, આ મિશ્રણને દર બીજા દિવસે લગાવો

ટી-ટ્રી ઓઇલ

ટી-ટ્રી ઓઇલમાં એન્ટી ઈન્ફ્લામેન્ટ્રી અને એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે જે પીઠના એક્ને દૂર કરવામાં મદદ કરે છે. એના માટે એક ચમચીમાં નાળિયેર તેલમાં 6થી 7 ટીપા ટી-ટ્રી નાખી સારી રીતે મિક્સ કરી લેવો. ત્યાંર પછી પીઠ પર સારી રીતે લગાવી લેવો. રાતભર એને લાગવી રાખો અને બીજા દિવસે સાફ પાણીથી ધોઈ લેવો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30