GSTV
Gujarat Government Advertisement

આઈશા કેસ/ આંખોમાંથી લોહી નીકળે એવો માર મારતો હતો નરાધમ, દહેજ ભૂખ્યા સાસરિયાં વારંવાર રૂપિયાની કરતા હતા ઉઘરાણી

Last Updated on March 4, 2021 by

વટવાની આઇશાના આત્મહત્યા કેસમાં ક્રૂર પતિ આરીફ ત્રણ દિવસના રિમાન્ડ પર છે. બીજી તરફ આરોપી પતિ આરીફ મોબાઈલ ફોન મળી આવતા અનેક નવા ખુલાસા થઈ શકે છે. મોબાઈલ ફોનમાંથી તમામ ડેટા મળી આવ્યા છે ત્યારે આરોપી આરીફ અને તેના પરિવાર આર્થિક રીતે સદ્ધર હોવા છતાં પણ આઇશા પરિવાર પાસે અવારનવાર પૈસા માગણી કરતા હોવાનું સામે આવ્યું છે.

ayesha suicide case

આપઘાત પહેલા આઇશા અને આરીફ વચ્ચે 72 મિનિટ જેટલી વાત થઈ હતી

આઇશાને આપઘાત કરવા મજબૂર કરનાર આરોપી પતિ આરીફ વિરુદ્ધ ફરિયાદ થયા બાદ ભાગી ગયો હતો. રિવરફ્રન્ટ પોલીસના ગિરફ્તમાં આવ્યા બાદ મોબાઈલ ફોન વિશે યોગ્ય જવાબ આપતો ન હતો પરંતુ પોલીસ રિમાન્ડ દરમિયાન કડક પૂછપરછમાં આરોપી આરીફ મોબાઈલ ફોન તેના બનેવીના ઘરેથી મળી આવ્યો છે.

મોબાઈલ ફોનમાં તમામ ડેટા મળી આવ્યા છે જેમાં સોશિયલ મીડિયામાં કોની સાથે સંપર્કમાં હતો. સાથે જ આઇશા જોડે જાન્યુઆરી મહિનામાં 30 સેકન્ડ વાત કરી હતી બાદમાં 25મી ફ્રેબ્રુઆરી આઇશાએ આપઘાત કરતા પહેલા બન્ને વચ્ચે 72 મિનિટ જેટલી વાત થઈ છે. જો કે આઇશા આરોપી આરીફને અનેક વખત ફોન કરતી હતી પણ આરોપી આરીફ ફોન ઉપાડતો ન હતો.

આઇશાને લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હોવાનું પતિ આરીફે કબૂલ્યું

ક્રૂર પતિ આરીફ પોલીસ રિમાન્ડ દરમિયાન તપાસમાં અનેક હકીકતો સામે આવી છે. આરોપી આરીફ લગ્ન થોડા સમય પછી ઘરની નાની-નાની વાતોમાં આઇશા સાથે મારઝૂડ કરતો હતો એટલું જ નહીં પતિ આરીફે આઇશાને ચારથી પાંચ જેટલા લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હોવાની કબૂલાત કરી છે. આરોપી આરીફના નિવેદનમાં દહેજ માગણી કરતા હોવાનું સામે આવ્યું છે. જો કે આરોપી આરીફના પરિવાર પૈસા ટેકે સદ્ધર હોવા છતાં દહેજ ભૂખ્યા સાસરિયા વાળા પૈસાની માગણી કરતા હતા.

રિવરફ્રન્ટ પોલીસે આરોપી આરીફના મોબાઈલ ફોન એફ.એસ.એલમાં મોકલવામાં આવશે. સાથે જ આ કેસમાં પોલીસ સાયન્ટિફિક પુરાવા મેળવી તપાસ કરવામાં આવી રહી છે પણ આરોપી મોબાઈલ ફોનમાંથી અનેક ચોંકાવનારી હકીકત સામે આવી શકે છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33