GSTV
Gujarat Government Advertisement

રિક્ષા ભાડાંની બેફામ લૂંટ સામે ટ્રાફિક પોલીસ અંતે જાગી, જો રિક્ષાચાલક વધુ ભાડું વસૂલે તો હેલ્પલાઈન નંબર પર કરો કોલ!

Last Updated on March 21, 2021 by

રાજ્યમાં જીવલેણ અને ઘાતક કોરોનાની પરિસ્થિતિ વકરતાં શહેરમાં બીઆરટીએસ અને એએમટીએસની સિટી બસ સેવા બંધ કરવામાં આવી છે. આ સંજોગોમાં રિક્ષા ભાડાંની લૂંટ ચલાવાતાં ટ્રાફિક પોલીસે 1095 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. વધુ ભાડાં લેવાય તો આ નંબર પર ફોન કરવા અપીલ કરાઈ છે.

રિક્ષા ભાડાંની લૂંટ ચલાવાતી હોવાની ફરિયાદો મળી

રિક્ષા ભાડાંની લૂંટ ચલાવાતી હોવાની ફરિયાદો મળતાં શહેર ટ્રાફિક પોલીસે તા. 20ના રોજ શહેરના વિવિધ ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયનની સંયુક્ત મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં યુનિયનોએ સર્વસંમતિથી નિયત ભાડું લેવા તૈયારી દર્શાવવામાં આવી હતી. હાલમાં કોરનાની પરિસિૃથતિનો ગેરલાભ ભઠાવીને અમુક ઓટો રિક્ષાચાલકો નિયત કરેલા ભાડાં કરતાં વધુ રકમ વસૂલતા હોવાની ફરિયાદ મળી હતી તે અયોગ્ય છે. આ સંજોગોમાં જે રિક્ષાચાલક કાયદેસરના ભાડાંના નિયમોનો ભંગ કરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે. આવી અનૈતિક પ્રવૃત્તિ કરતાં રિક્ષાચાલકને કોઈપણ યુનિયન ટેકો નહીં આપે.

યુનિયનોએ સર્વસંમતિથી નિયત ભાડું લેવા તૈયારી દર્શાવવામાં આવી

આવા નિર્ણય બાદ અમદાવાદ ટ્રાફિક શહેર ટ્રાફિક પોલીસે નાગરિકોને એવી વિનંતી કરી છે કે, કોઈ રિક્ષાચાલક વધુ ભાડું વલુલે તો ટ્રાફિક હેલ્પલાઈન નંબર 1095 પર ફોન કરી જાણ કરવી. અમુક ખોટા લોકોના કારણે રિક્ષાચાલકો બદનામ થાય છે તેની સામે યુનિયનોના સહકારથી પોલીસે નાગરિકો લૂંટાતા બચે તે માટે હેલ્પલાઈન નંબર 1095 જાહેર કર્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33