GSTV
Gujarat Government Advertisement

આ સરકારી યોજનામાં કરો રોકાણ, 60 વર્ષ પછી પણ મળે છે દર મહિને 5000 રૂપિયા પેન્શન

પેન્શન

Last Updated on February 26, 2021 by

શું તમે રોકાણમાં પેન્શનની ગેરંટી ઈચ્છો છો તો આ ખબર જરૂર વાંચો. એન માટે અટલ પેન્શન યોજના એક ઘણો સારો વિકલ્પ છે. વર્તમાન સમયમાં પેન્સન યોજના હેઠળ સરકાર 1000થી 5000 રૂપિયા મહિના પેન્શન ગેરંટી આપે છે. એના માટે 40 વર્ષ સુધીની ઉમર સુધી વ્યક્તિ આવેદન કરી સમર્થન કરાવી શકે છે.

60,000 રૂપિયા વાર્ષિક પેન્શન

અટલ પેન્શન યોજનાના ઉદ્દેશ્યની વાત કરીએ તો તેનો હેતુ દરેક વર્ગને પેન્શનના દાયરામાં લાવવાનો છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ અટલ પેન્શન યોજના (APY) હેઠળ મહત્તમ વય વધારવા માટે સરકારને ભલામણ કરવાનું કામ કર્યું છે. યોજના અંતર્ગત, દર મહિને ખાતામાં નિશ્ચિત યોગદાન આપવું પડશે અને નિવૃત્તિ પછી તમને એક હજારથી લઇને પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે. સરકાર દર 6 મહિનામાં ફક્ત 1239 રૂપિયા જ રોકાણ કરવા માટે કહી રહી છે, જેનો લાભ તમને 60 વર્ષની વય પછી આપવામાં આવશે. સરકાર તમને આજીવન 5000 રૂપિયા મહિને અથવા વાર્ષિક 60,000 રૂપિયાની ગેરેંટીડ પેન્શન આપી રહી છે.

210 રૂપિયા દર મહિને

જો તમે વર્તમાન નિયમો પર નજર નાખો, જો 18 વર્ષની ઉંમરે, પેન્શન માટેની યોજનામાં વધુમાં વધુ 5 હજાર રૂપિયા ઉમેરવામાં આવે છે, તો તમારે દર મહિને 210 રૂપિયા ચૂકવવા પડશે. જો આ પૈસા તમારા દ્વારા દર ત્રણ મહિને ચૂકવવાપાત્ર હોય, તો તમારે છ મહિનામાં આપે તો તમારે 626 રૂપિયા અને 1,239 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે મહિનાની 1000 રૂપિયા પેન્શન મેળવવા માટે 18 વર્ષની ઉંમરે રોકાણ કરો છો, તો તમારે માસિક 42 રૂપિયા ચૂકવવા પડશે.

જાણો આ ખાસ વાત

crorepati

અહીં અમે તમને થોડી વિગતવાર જણાવીશું. જો તમે 35 વર્ષની ઉંમરે 5 હજાર પેન્શનમાં જોડાવા માટે કામ કરો છો, તો તમારે 25 વર્ષ માટે દર 6 મહિનામાં 5,323 રૂપિયા જમા કરવા પડશે. આ રીતે તમારું કુલ રોકાણ 2.66 લાખ રૂપિયા થશે, જેના આધારે તમને મહિને 5 હજાર રૂપિયા પેન્શન મળશે. 18 વર્ષની ઉંમરે જોડાવા પર, તમારું કુલ રોકાણ ફક્ત 1.04 લાખ રૂપિયા હશે. આનો અર્થ એ કે આશરે 1.60 લાખ રૂપિયા વધુ એક જ પેન્શન માટે રોકાણ કરવા પડશે.

સ્કીમ સાથે સંબંધિત અન્ય વાતો તમે પણ જાણો

પેન્શન
  • પેમેન્ટ માટે 3 પ્રકારના પ્લાન પ્લાન પસંદ કરી શકો છો, મંથલી, ત્રિમાહી અને છમાહી
  • આ રોકાણ તમને 42 વર્ષ સુધી કરવાની જરૂરત છે
  • 42 વર્ષમાં તમારૂ કુલ રોકાણ 1.04 લાખ રૂપિયા થઇ જશે
  • ત્યાર પછી 60 વર્ષ પછી તમને આજીવન દર મહિને 5 હજાર રુપિયા પેન્શન પ્રાપ્ત થશે
  • યોજના રાષ્ટ્રીય પેન્શન યોજનાના હેઠળ ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણ સંચાલિત કરવાનું કામ કરી રહ્યું છે
  • ઇનકમ ટેક્સના સેકસન 80CCD હેઠળ એમાં ટેક્સનો લાભ મળશે.
  • એક વ્યક્તિના નમા માત્ર 1 જ એકાઉન્ટ ખોલવાનું કામ કરવામાં આવશે. ઘણી બેંકો તમને એકાઉન્ટ ખોલવાની સુવિધા આપી રહી છે.
  • શરૂઆતના પાંચ વર્ષ સરકાર તરફથી પણ યોગદાન રાશિ આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
  • જો 60 વર્ષ પહેલા અથવા પછી સદસ્યની મોત થઇ જાય છે તો પેન્શન રાશિ પત્નીને આપવામાં આવે છે.
  • જો કોઈ કેસમાં સદસ્ય અને પત્ની બંનેની મોત થઇ જાય છે તો સરકાર નોમિનીને પેન્શન આપવાનું કામ કરે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30