GSTV
Gujarat Government Advertisement

આસામ ચૂંટણી / મતદાન કેન્દ્ર પર મોટો છબરડો થતાં 5 અધિકારી સસ્પેન્ડ, 90 મતદારો સામે પડ્યાં આટલાં મત

Last Updated on April 5, 2021 by

આસામના દીમા હસાઓ જિલ્લામાં એક મતદાન કેન્દ્ર પર મોટી અનિયમિતતાનો ખુલાસો થયો છે. તે મતદાન કેન્દ્ર પર માત્ર 90 મતદારો જ નોંધાયા છે તેમ છતાં કુલ વોટ 171 પડ્યાં છે. આ ઘટના પ્રકાશમાં આવતા જ પાંચ ચૂંટણી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. અધિકારીઓએ સોમવારના રોજ આ અંગે જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે, ‘મતદાન કેન્દ્ર હાફલોંગ વિધાનસભા ક્ષેત્ર છે. આ જગ્યાએ બીજા તબક્કામાં એક એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. હાફલોંગમાં 74 ટકા મતદાન થયું હતું.’

તેઓએ વધુમાં જણાવ્યું કે, ‘આ ઘટના પ્રકાશમાં આવતા જ જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન કેન્દ્રના પાંચ ચૂંટણી અધિકારીઓને સસ્પેન્ડ કરીને ફરી વાર મતદાન કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ મતદાન કેન્દ્ર ખોટલિર એલપી સ્કૂલના 107 (એ) માં હતું. જો કે, આ મતદાન કેન્દ્ર પર ફરી વાર ચૂંટણી કરાવવા હાલમાં કોઇ જ ઓફિશીયલ આદેશ જારી કરવામાં નથી આવ્યો.

સસ્પેન્શન ઓર્ડર 2 એપ્રિલના રોજ જારી કરવામાં આવ્યો હતો

પોલીસ કમિશનર દિમા હસાઓના નાયબ પોલીસ કમિશનર કમ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સસ્પેન્શન ઓર્ડર 2 એપ્રિલના રોજ જારી કરવામાં આવ્યો હતો, પરંતુ તે સોમવારે પ્રકાશમાં આવ્યો હતો. ફરજ બજાવવાની અવગણના માટે, ચૂંટણી પંચે તુરંત જ એસ લ્હાંગુમ (સેક્ટર ઓફિસર), પ્રહલાદ સી. રોય (પ્રિઝાઇડિંગ ઓફિસર), પરમેશ્વર ચારંગા (પ્રથમ મતદાન અધિકારી), સ્વરાજ કાંતિ દાસ (બીજા મતદાન અધિકારી) અને એલ થિક(ત્રીજો મતદાન અધિકારી)ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા મંજૂરી આપી હતી.

અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યું હતું કે મતદાન મથક માટેની મતદાર યાદીમાં ફક્ત 90 નામો હતાં પરંતુ ઇવીએમમાં ​​171 મત હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે ગામના વડાએ મતદાર યાદીને સ્વીકારવાની ના પાડી હતી અને તે ત્યાં તેમની સૂચિ લઈને આવ્યા હતા. આ પછી, ગામના લોકોએ તે જ સૂચિ મુજબ મતદાન કર્યું હતું. જોકે, હાલ આ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ચૂંટણી અધિકારીઓએ ગામના વડાની માંગ કેમ સ્વીકારી અને સુરક્ષા કર્મીઓ ત્યાં ગોઠવાયા હતા કે નહીં અને તેમની ભૂમિકા શું છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33