Last Updated on March 20, 2021 by
આસામ વિધાનસભાની 126 બેઠકો ઉપર ચૂંટણીની ભારે તૈયારીઓ ચાલી રહી છે, તેવામાં આજે પીએમ મોદી અને રાહુલ ગાંધી આસામની મુલાકાતે છે. પીએમ મોદી આજે છબુઆમાં વિશાળ જનસભાને સંબોધિત કરશે. તો બીજી તરફ રાહુલ ગાંધી કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.
આ વખતે વિપક્ષ આસામમાં સીએએને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. ભાજપનું માનવું છે કે, સીએએ મુદ્દાનો હાલ કોઈ અર્થ નથી. શુક્રવારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ શાસનમાં આવશે તો કોઈ કિંમતમાં સીએએ લાગૂ નથી થવા દે.
રાહુલ ગાંધી અને આસામ કોંગ્રેસ યુનિટ સીએએને લઈને સતત ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. બીજી બાજુ ભાજના નેતાઓનું માનવું છે કે, સીએએના મુદ્દાને ચૂંટણીમાં સ્થાન નહિ અપાય. આમ છતાં ભાજપ સીએએ લાગૂ કરવા માટે પ્રતિબદ્ધ છે.
તો બીજી બાજુ, પશ્ચિમ બંગાળ ચૂંટણીને લઈને પણ રાજકારણ તેજ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે શુક્રવારે મિદાનપુરમાં એક વિશાળ જન સભાને સંબોધી હતી. જે દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. મમતાએ કહ્યું હતું કે ટીએમસીના ગદ્દારોને ભાજપે ટિકિટ આપી છે પણ જનતા આવા લોકોને મત નહીં જ આપે.
મમતાએ કહ્યું હતું કે ભાજપને પશ્ચિમ બંગાળમાંથી વિદાય આપી દેવી જોઇએ. અમે ભાજપને નથી ઇચ્છતા, મોદીનો ચેહરો પણ પશ્ચિમ બંગાળમાં જોવા નથી માગતા. તેમને રમખાણો, લુટેરાઓ, દુર્યોધન અને દુ:શાસનને પશ્ચિમ બંગાળમાં નથી ઇચ્છતા. મમતાએ કહ્યું કે ભાજપે ટીએમસી સાથે બળવો કરનારાઓને ટિકિટ આપી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31