GSTV
Gujarat Government Advertisement

અશાંત ધારો : મિલકતો ખરીદવી અને વેચવી હવે નહીં રહે આસાન, સરકારે બદલી દીધા આ નિયમો

મિલકતો

Last Updated on March 27, 2021 by

ગુજરાતના અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતોની તબદિલી પર પ્રતિબંધ મૂકવા અને આ વિસ્તારોમાંથી ભાડૂઆતોને ખાલી કરાવવા સામે રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરતું ગુજરાત અશાંત ધારા સુધારા વિધેયકમાં સહકારી ધારા હેઠળની જમીન મંડળીને નામે તબદિલ કરવાના કેસમાં તથા તથા દસ્તાવેજ રજિસ્ટર કરાવતા પહેલા અશાંત ધારાની કલમ 4 અને 5ની જોગવાઈઓનો ભંગ ન થતો હોવાની એફિડેવિટ આપવી ફરજિયાત કરવામાં આવી છે.

બીજી તરફ અશાંત વિસ્તારની મિલકતોની તબદિલી કરતાં પૂર્વે તે અશાંત વિસ્તારની છેલ્લી મિલકતથી 500 મીટરના પરિસરમાં ન હોવી જોઈએ તે અંગે સતત થઈ રહેલા વિવાદના સંદર્ભમાં કોઈ જ સ્પષ્ટતા ન કરવામાં આવી હોવાથી મિલકતની ખરીદ અને વેચાણ કરનારાઓમાં હતાશા વધી છે.

મિલકતો

ભાડૂઆતોને રક્ષણ આપવા માટેની આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું

સુધારા વિધેયક લાવવા પાછળના ઉદ્દેશની વાત કરતાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે મિલકતોની તબદિલી થતાં અનૈતિક વ્યક્તિઓના હાથમાં મિલકતનો ગેરકાયદેસર કબજો આવી જાય છે. સ્થાવર મિલકતોની ગેરકાયદેસર તબદિલી રોકવા અને કાયદેસર માલિકોના હિતનું રક્ષણ કરવા માટે તથા આ વિસ્તારની જગ્યાઓમાંથી ભાડૂતોને ખાલા કરાવી દેવાની વધી રહેલી પ્રવૃત્તિ સામે ભાડૂઆતોને રક્ષણ આપવા માટેની આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે.

કલમ 16 ખ ઉમેરીને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961માં કરવામાં આવેલી જોગવાઈથી અલગ રીતે સહકારી આવાસન મંડળીની નોંધણી કરાવવા ઇચ્છતી વ્યક્તિઓ અશાંત ધારા હેઠળના એટલે કે નિર્દિષ્ટ વિસ્તારમાં માલિકી હક્ક તબદિલ કરાવવા માગતી વ્યક્તિએ તે પહેલા નોંધણી કરવા માટેની અરજી સાથે અશાંત ધારાના કાયદાની કલમ 4 અને 5ની જોગવાઈઓનો ભંગ થતો નથી તેવી એફિડેવિટ ફરજિયાત કરવી પડે તેવો સુધારો કરવામાં આવ્યો છે.

મિલકતો

શું છે નવો નિયમ

બીજું, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949ની જોગવાઈમાં કરવામાં આવેલી જોગવાઈ ગમે તે હોય તેમ છતાંય નિર્દિષ્ટ વિસ્તારમાં આવેલી સ્થાવર મિલકતના મકાનના ઉપયોગની પરવાનગી મેળવવા માટેની અરજી કરતી વખતે કે પછી મકાનનો ઉપયોગ કરવાની પરવાનગી મેળવતી વખતે અથવા તો ઘરનો કબજો ભોગવટો લેતી વખતે કલમ 4 અને 5ની જોગવાઈઓનો ભંગ ન થતો હોવાની એફિડેવીટ કરવાની રહેશે.

ત્રીજું, ઇન્ડિયન રજિસ્ટ્રેશન એક્ટ 1908માં કરવામાં આવેલી જોગવાઈ ગમે તે હોય તો પણ અશાંત વિસ્તારમાં મિલકતના દસ્તાવેજની નોંધણી કરાવવાની હોય ત્યારે કલેક્ટર પાસેથી કલમ 5 હેઠળ અગાઉથી મંજૂર કરવામાં આવેલું હુકમનામું મેળવીને રજૂ કરવામાં ન આવ્યું હોય તો, ફરજિયાત રજિસ્ટર કરાવવાની ફરમાવવામાં આવ્યું હોય તેવા નિર્દિષ્ટ વિસ્તારોમાં આવેલી સ્થાવર મિલકત સંબંધિત કોઈપણ દસ્તાવેજન સ્વીકારવાની કે રજિસ્ટર ન કરવાની સૂચના આ સુધારા વિધેયકમાં કરવામાં આવી છે.

મિલકતો

500 મીટરના અંતર વિશેના વિવાદ અંગે કોઈ સ્પષ્ટતા ન કરાતા નિરાશા

અશાંત ધારાની પરિસરના વિસ્તારોમાં મિલકતની ખરીદી અને વેચાણમાં અત્યારે અશાંત ધારાની મિલકતથી 500 મીટરની પરિસરમાં આવેલી મિલકત ન ખરીદવી તેવો નિયમ કરેલો છે.

આ 500 મીટરની ગણતરી કઈ જગ્યાએથી કરવી તે અંગે આ સુધારા વિધેયકમાં સરકાર તરફથી ફોડ પાડવામાં આવશે તેવી અપેક્ષા મિલકતની ખરીદ-વેચ કરનારાઓને હતી, પરંતુ સરકારે આ સુધારા વિધેયકમાં તે અંગે કોઈ જ સ્પષ્ટતા ન કરી હોવાથી તેમની નિરાશા વધી છે. 500 મીટરની પરિસરમાં હોય તેવી મિલકતના સોદા કરતાં પૂર્વે 500 મીટરની મંજૂરી લેવી તેવી જોગવઆી 15મી ઓક્ટોબર 2020થી કરવામાં આવી છે.

તે અંગે ફોડ ન પાડવામાં આવ્યો હોવાથી અત્યારે ઘણાં બધાં દસ્તાવેજોની નોંધણી અટકી પડી છે. સરકારને પણ તેનાથી નુકસાન થાય છે. આ દસ્તાવેજ નોંધવામાં વિલંબ થાય તેટલો વિલંબ સ્ટેમ્પ ડયૂટીની આવક મેળવવામાં સરકારને થી રહ્યો છે. દસ્તાવેજ તૈયાર હોય તેના અનુસંધાનમાં આર્થિક લેવડ દેવડ પણ થઈ ગઈ હોય પરંતુ દસ્તાવેજ નોંધાતા નથી.

આ સંજોગમાં બેમાંથી એક પક્ષકારનું મૃત્યુ નીપજે તો તેમના વારસદારોની જફા વધી જાય છે. તેથી 500 મીટરને મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી હોય તો નોંધણીની કામગીરી વધુ સરળ બની ગઈ હોત. અત્યારે સરકાર અશાંત ધારા હેઠળના વિસ્તારના સર્વે નંબર આપી દે છે. પરંતુ તેની કઈ જગ્યાએથી 500 મીટરની ગણતરી કરવાની રહેશે તે જણાવતી નથી. તેથી જફા વધી રહી છે. સોદાઓ અટકી રહ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33