Last Updated on February 25, 2021 by
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામમાં જાન લઈને આવેલા અનુસૂચિત જાતિના જાનૈયાઓ પર પથ્થરમારો કરાયો હોવાની ઘટના સામે આવી છે. બાયડ તાલુકાના લીંબ ગામે કપડવંજથી આવેલ અનુ. જાતિ સમાજના યુવકની જાનમાં કેટલાક યુવકોએ માથે સાફો બાંધ્યો હોવાથી અને ડીજે વાગતા ગામમાં રહેતા અને જાતિગત માનસીકતાથી પીડાતા કેટલાંક અસામાજીક તત્વોએ જાન પર પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદ અસામાજિક તત્વો સામે આંબલિયારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
બાયડ તાલુકાના લીંબ ગામે કપડવંજથી આવેલ અનુ. જાતિ સમાજના યુવકની જાનમાં કેટલાક યુવકોએ માથે સાફો બાંધ્યો હોવાથી અને ડીજે વાગતા ગામમાં રહેતા અને જાતિગત માનસીકતાથી પીડાતા કેટલાંક અસામાજીક તત્વોએ જાન પર પથ્થરમારો કરતા ચારે બાજુ ભારે નાસભાગ થઇ ગઇ હતી.
જો કે આ ઘટનાની આંબલીયારા પોલીસને જાણ થતા જ તાબડતોડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર સ્થિતિને કાબુ પર લઇ લીધી હતી. જો કે, આંબલીયારા પોલીસે યુવતીના ભાઈની ફરિયાદના આધારે 9 શખ્સો અને ટોળાં સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને પોલીસ તૈનાત કરી દીધી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31