GSTV
Gujarat Government Advertisement

હોબાળો/ અરવલ્લીના ભેમપુર ગામના 300 જણાંએ બૂથ કર્મચારીને રોકતા ખુદ MLA મતદાન મથકે દોડી આવ્યાં

Last Updated on February 28, 2021 by

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે સંપૂર્ણ મતદાન પૂર્ણ થઇ ગયું છે. મહત્વનું છે કે, રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાઇ ગયું. જો કે, તેમ છતાં રાજ્યમાં કેટલાંક વોર્ડ પર થયેલા વિવાદ અને મારામારીની ઘટનાઓ તેમજ EVM માં ખોટકાવાની સાથે સાથે ક્યાંક ચૂંટણીનો ગ્રામજનોએ બહિષ્કાર પણ કર્યો હતો. ત્યારે એવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગ્રામજનોએ EVMમાં ગેરરિતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો

અરવલ્લી જિલ્લાના માલપુરના ભેમપુર ગામે EVM મુદ્દે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે. ગ્રામજનોએ EVM માં ગેરરિતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. ગ્રામજનોએ EVM ને મતદાન મથકમાં કેદ કર્યું છે. ગામના ૩૦૦ જેટલાં લોકોએ બૂથ કર્મચારીને મતદાન મથકમાં રોકી રાખ્યા જેથી ધારાસભ્ય ખુદ જશુ પટેલ લોકોને સમજાવવા પહોંચ્યા હતાં.

gujarat elections 2021

જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 62.41, તાલુકા પંચાયતમાં 63.43 ટકા વોટિંગ

ઉલ્લેખનીય છે કે, આજે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં મતદાનમાં સૌથી વધારે મતદાન શહેરી મતદારો કરતાં ગામડાના મતદારોએ કર્યું છે. જેમાં રાજ્યમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 62.41 ટકા વોટિંગ નોંધાયું છે. રાજયમાં સૌથી વધારે જિલ્લા પંચાયતમાં નર્મદા જિલ્લામાં 75.64 વોટિંગ નોંધાયું છે. સૌથી ઓછું રાજકોટમાં 53.19 ટકા નોંધાયું છે . તાલુકા પંચાયતમાં સરેરાશ 63.43 ટકા વોટિંગ નોંધાયું છે. જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લામાં 72.97 ટકા વોટિંગ થયું છે. નગરપાલિકામાં વોટિંગ સુસ્ત રહ્યું છે. તાલુકા પંચાયત માટે 55.04 ટકા વોટિંગ નોંધાયું છે. ઉપરાંત ગુજરાતમાં ઘણી જગ્યાએ મારામારી, જીભાજોડી તેમજ તોડફોડના બનાવો વચ્ચે મહાનગરપાલિકાની ચૂંટણી કરતાં આ વખતનું મતદાન વધારે માત્રામાં થયું છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33