GSTV
Gujarat Government Advertisement

ખુલાસો / આર્મી ચીફએ આપ્યું મહત્વનું નિવેદન, લદ્દાખમાં ભારતે એક ઈંચ જમીન પણ ગુમાવી નથી

Last Updated on March 30, 2021 by

ઈન્ડિયન આર્મી ચીફ જનરલ એમએમ નવરણેએ કહ્યું છે કે ભારત અને ચીન સાથેના તણાવ દરમયાન આપણે કોઈ જમીન ખોઈ નથી. તેણે કહ્યું છે કે, ભારતની સેનાઓ જે મહત્વપૂર્ણ જગ્યાઓ ઉપર હતી અને ભારતની પાસે જે જમીન પહેલા હતી, ભારતની પાસે વર્તમાનમાં પણ તે જમીન છે. તેણે કહ્યું છે કે, અમે વિવાદથી પહેલાવાળી સ્થિતિમાં આવી ચુક્યાં છીએ. જો કે, તેની સાથએ તેને તે પણ કહ્યું છે કે, ભારત અને ચીનના ઘણા મુદ્દાઓ ઉપર તણાવ છે અને તે એલએસી ઉપર જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું કે, બંને સેનાઓ ભલે પાછળ ગઈ હોય પરંતુ તણાવના કારણે નિયમિત પેટ્રોલીંગ શરૂ થયું નથી.

ભારત પોતાની જમીન ઉપર યથાવત

જનરલ નવરણેએ કહ્યું કે ભારતની સેનાએ પોતાની જમીન એક ઈંચ પણ છોડી નથી. તેણે કહ્યું કે ભારતની પાસે જે જમીન પહેલા હતી તે ભારતની પાસે અત્યારે પણ છે.

જોખમ ઓછું થયું છે પરંતુ પૂર્ણ થયું નથી

થલસેના અધ્યક્ષ જનરલ એમએમ નરવણેએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, ચીનની સાથે કરાર બાદ પૂર્વી લદ્દાખના પૈંગોગ સરોવર વિસ્તારમાં સૈનિકોને હટાવ્યા બાદ ભારત માટે જોખમ ઓછું થયું છે. પરંતુ તે સંપૂર્ણ પૂર્ણ થયું નથી. તેણે કહ્યું હતું કે, આ કહેવું ખોટુ રહેશે કે, ચીની સૈનિક પૂર્વી લદ્દાખના આ વિસ્તારોમાં હજું પણ બેઠા છે જે પાછલા વર્ષની મેમાં ગતિરોધ શરૂ થયા પહેલા ભારતના નિયંત્રણમાં હતો.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33