GSTV
Gujarat Government Advertisement

બેંકોના ખાનગીકરણ પર અનુરાગ ઠાકુરનું મોટું નિવેદન, કહ્યું: ગ્રાહકોના હિતોનું ધ્યાન રખાશે

Last Updated on March 22, 2021 by

નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે કહ્યું કે, બેંકિંગ ક્ષેત્રમાં કોર્પોરેટ સેક્ટરને મંજૂરી આપવા મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. ભવિષ્યમાં જે પણ નિર્ણય લેવાશે તેમાં ગ્રાહકોના હિતોનું ધ્યાન રાખવામા આવશે. અનુરાગ ઠાકુરે બસપા નેતા રિતેશ પાંડેના પ્રશ્નના જવાબમાં આ વાત કહી હતી.

rbi

અનુરાગ ઠાકુરનું નિવેદન

અનુરાગ ઠાકુરે કહ્યું કે,‘આરબીઆઈના આંતરિક કાર્ય સમૂહ તરફથી ઘણા રિપોર્ટ અને સૂચન આવે છે. રિઝર્વ બેંકે હાલ કોઈ નિર્ણય લીધો નથી. એવું નથી કે ખાનગી ક્ષેત્રની કોઈ બેંક હાલ અસ્તિત્વમાં નથી.

અનુરાગ ઠાકુર

આરબીઆઈ તરફથી નિર્ણય લેતા પહેલા ગ્રાહકોનું હિત જોવાશે

એચડીએફસી, આઈસીઆઈસીઆઈ તથા અન્ય બેંક છે જેમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ છે અને વિદેશી રોકાણ પણ છે. કોર્પોરેટ સેક્ટર આવશે તો કોર્પોરેટ કંપનીઓ બેંકમાં રહેલી થાપણોનો ઉપયોગ પોતાની માટે જ કરશે એમ કહેવું હાલ વહેલું ગણાશે. સરકાર અને આરબીઆઈ તરફથી નિર્ણય લેતા પહેલા ગ્રાહકોનું હિત જોવાશે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33