Last Updated on March 19, 2021 by
મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયા ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મુકવામાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાજેની સંડોવણી બહાર આવ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય મોરચે પણ હલચલ તેજ થઈ છે. દરમિયાન દિલ્હીમાં શરદ પવાર અને અનિલ દેશમુખ વચ્ચે આજે એક બેઠક પણ યોજાઈ હતી.
શરદ પવાર અને અનિલ દેશમુખ વચ્ચે બેઠક
વાજેની એનઆઈએ દ્વારા ધરપકડ કરાઈ છે અને તેમને સસ્પેન્ડ પણ કરી દેવાયા છે ત્યારે હવે આ મામલામાં મહારાષ્ટ્રના ગૃહ મંત્રી પદેથી અનિલ દેશમુખને હટાવવામાં આવશે તેવી અટકળો તેજ બની છે. દરમિયાન દિલ્હીમાં શરદ પવાર અને અનિલ દેશમુખ વચ્ચે આજે એક બેઠક પણ યોજાઈ હતી. બે કલાક સુધી ચાલેલી બેઠક બાદ પવારના ઘરમાંથી દેશમુખ બહાર નીકળતા નજરે પડ્યા હતા.
ગૃહમંત્રીએ આપ્યું નિવેદન
એ પછી દેશમુખે કહ્યુ હતુ કે, કેટલીક ભૂલો જોવા મળી છે અને તે માફીને લાયક નથી. પોલીસ કમિશનરની બદલી કરી દેવાઈ છે અને હવે તપાસમાં જે પણ સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
ભાજપ સાંસદના આક્ષેપો
બીજી તરફ ભાજપના સાંસદ નારાયણ રાણેએ કહ્યુ હતુ કે, મહારાષ્ટ્ર સરકાર યોગ્ય રીતે કામ નથી કરી રહી. અધિકારીઓના ભરોસે બધુ ચાલી રહ્યુ છે. અહીંયા મુકેશ અંબાણી સુધ્ધા સુરક્ષિત નથી અને મેં અમિત શાહને પત્ર લખીને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31