GSTV
Gujarat Government Advertisement

એન્ટિલિયા કેસ: સચિન વાઝેને લઇ NIA પહોંચી મીઠી નદી, તપાસમાં મળી આવ્યા અનેક પુરાવા

Last Updated on March 29, 2021 by

એન્ટિલિયા કેસમાં તપાસ માટે NIA રવિવારે સચિન વાજેને લઇને મીઠી નદી પહોંચી હતી. આ દરમિયાન NIAને નદીમાંથી નંબર પ્લેટ અને ડીવીઆર સહિત અનેક પુરાવા મળી આવ્યા હતા. એવી શક્યતાઓ છે કે ડીવીઆરને નષ્ટ કરીને નદીમાં ફેકવામાં આવ્યું હતું. નદીમાંથી જ બે સીપીયુ અને બે હાર્ડ ડિસ્ક પણ મળી આવ્યા હતા.

NIA

બે નંબર પ્લેટ મળી આવી છે અને બન્ને પર એક જ સરખા નંબર છે. NIAને નદીમાંથી અત્યાર સુધીમાં બે નંબર પ્લેટ, બે સીપીયુ જેમાંથી એક ટુટેલુ છે, એક લેપટોપ, એક યૂએસબી વાયર, મોબાઇલ ફોન કવર, કારટ્રિજ અને બે હાર્ડ ડિસ્કનો સમાવેશ થાય છે. એનઆઇએને ખાતરી છે કે જે પણ વસ્તુઓ આ નદીમાંથી મળી આવી છે તે એંટીલિયા અને મનસુખ હિરેન કેસ સાથે જોડાયેલી છે.

ઉધ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની પાસે એક ગાડીમાં જિલેટિનની છંડે મળવાના મામલામાં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાજે ત્રણ એપ્રીલ સુધી એનઆઇએની કસ્ટડીમાં રહેશે. એનઆઇએએ વાજેની 13 માર્ચના રોજ ધરપકડ કરી હતી.

આ પહેલા NIAના અધિકારીઓ સચીન વાજેને ઠાણે સિૃથત રેતી બુંદર ક્રીક લઇને પહોંચ્યા હતા. જ્યાં મનસુખ હિરેનનો મૃતદેહ મળી આવ્યો હતો. મનસુખ હિરેનની પત્નીએ સચીન વાજે પર હત્યામાં સામેલ હોવાના આરોપો લગાવ્યા હતા. સચીન વાજેને હવે એનઆઇએ મીઠી નદી લઇને પહોંચી હતી. જ્યાં નદીમાંથી અનેક પુરાવા મળી આવ્યા છે. જેની હવે ફોરેંસિક તપાસ પણ કરવામાં આવી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33