Last Updated on March 29, 2021 by
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ પૂરો થતાં જ પડોશી દેશમાં હિન્દુ મંદિરો પર હુમલા કરવામાં આવ્યા છે. પૂર્વીય બાંગ્લાદેશમાં રવિવારે કટ્ટર ઈસ્લામિક જૂથના સેંકડો લોકો મંદિરો પર તૂટી પડયા હતા. આ હિંસક દેખાવોમાં ૧૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વડાપ્રધાન મોદીના બાંગ્લાદેશ પ્રવાસના વિરોધમાં ઈસ્લામિક જૂથોએ રવિવારે રાષ્ટ્રવ્યાપી બંધની હાકલ કરી હતી. આ બંધ અનેક જગ્યાએ હિંસક અથડામણોમાં ફેરવાઈ ગયો હતો. દેખાવકારોએ અનેક જગ્યાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
ઈસ્લામિક કટ્ટરવાદી જૂથ હેફાજાત-એ-ઈસ્લામના લોકોએ પૂર્વીય બાંગ્લાદેશના બ્રાહ્મણબારિયામાં એક ટ્રેન પર હુમલો કર્યો હતો, જેમાં ૧૦ લોકોને ઈજા પહોંચી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દેખાવકારોએ ટ્રેન પર હુમલો કર્યો અને તેના એન્જિન રૂમ તથા લગભગ બધા જ કોચને નુકસાન પહોંચાડયું હતું. એક પત્રકાર જાવેદ રહીમે જણાવ્યું કે બ્રાહ્મણબારિયા સળગી રહ્યું છે. અહીં અનેક સરકારી ઓફિસોને આગ લગાવી દેવાઈ છે. પ્રેસ ક્લબ પર પણ હુમલો કરાયો છે અને અનેક લોકોને ઈજા પહોંચી છે.
તેમણે ઉમેર્યું કે, ઈસ્લામિક કટ્ટરવાદીઓએ અનેક હિન્દુ મંદિરો પર પણ હુમલો કર્યો છે. રવિવારે રાજાશાહીના વેસ્ટર્ન જિલ્લામાં પણ ઈસ્લામિક જૂથોએ કથિતરૂપે બે બસ સળગાવી દીધી હતી. આ સમયે પોલીસ અને દેખાવકારો વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો. દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
અગાઉ બાંગ્લાદેશની આઝાદીના ૫૦ વર્ષ પૂરા થવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. જોકે, પીએમ મોદીના પ્રવાસનો બાંગ્લાદેશમાં કટ્ટર ઈસ્લામિક જૂથોએ વિરોધ કર્યો હતો. તેમણે પીએમ મોદી પર ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવનો આક્ષેપ કર્યો હતો. પીએમ મોદી સામે તેમના દેખાવો અનેક જગ્યાએ હિંસક બન્યા હતા.
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પણ પીએમ મોદીના પ્રવાસના વિરોધમાં થયેલા દેખાવો હિંસક બન્યા હતા, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસે દેખાવો કરી રહેલા લોકો પર ટીયર ગેસના ગોળા અને રબરની બુલેટ્સ છોડી હતી. ચટગાંવ અને ઢાકામાં હજારો ઈસ્લામિક એક્ટિવિસ્ટ્સે રસ્તા પર ઉતરી માર્ચ કાઢી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31