Last Updated on March 29, 2021 by
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરવાનો મામલો ગરમાયો છે. ત્યારે MBBS ના પ્રથમ વર્ષની રિએસેસમેન્ટ શીટ સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહી છે. મુખ્ય ઉત્તરવહીમાં અને રિએસેસમેન્ટ પછી જે માર્ક મૂકવામાં આવ્યાં છે તેમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે.
જો કે યુનિવર્સિટીના કુલપતિ જે.જે. વોરાએ જણાવ્યું હતું કે, ‘હાલ સોશિયલ મીડિયામાં જે ઉત્તરવહી ફરી રહી છે તે બાબતે કારોબારીએ તપાસ શરૂ કરી છે. તપાસમાં જે સત્ય હશે તે બહાર આવશે.’ મહત્વનું છે કે MBBS ના પ્રથમ વર્ષમાં બાયોકેમેસ્ટ્રી અને એનાટોમી વિષયમાં અયોગ્ય રીતે વિદ્યાર્થીઓ પાસ કરી દેવાયા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. પાટણ યુનિવર્સિટી કૌભાંડનો મુદ્દે વિધાનસભા ગૃહમાં પણ ગુંજ્યો હતો. કોંગ્રેસે સમગ્ર કૌભાંડમાં કુલપતિ પણ શામેલ હોવાના ગંભીર આક્ષેપો કર્યાં હતાં.
MBBSમાં પહેલા વર્ષની રિએસેસમેન્ટની સીટ સામે આવી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાવાનો મામલો સામે આવ્યો છે. MBBSમાં પહેલા વર્ષની રિએસેસમેન્ટની સીટ સામે આવી છે. જેમાં લાગવગીયા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલીને પાસ કરાયા છે. બાયો કેમેસ્ટ્રી, એનાટોમી વિષયમાં વિદ્યાર્થીઓને પાસ કરી દેવાયા છે ત્યારે રિએસેસમેન્ટમાં પાસ કરાવવામાં કુલપતિ જે.જે.વોરાની પણ સંડોવણીની આશંકા છે. પ્રથમ વર્ષની પરીક્ષાની મુખ્ય ઉત્તરવહીઓ બદલાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
રીએસેસમેન્ટ પછી માર્ક મૂકવામાં આવ્યાં તેમાં વિસંગતતા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં HNGU ની MBBS ના પ્રથમ વર્ષ 2018 ના રિએસેસમેન્ટ મામલે હાલમાં જે ઉત્તરવહી ફરી રહી છે તે બાબતે કારોબારીએ યોગ્ય તપાસ કરી છે અને જે સત્ય હશે તે બહાર આવશે તેમ જે.જે વોરાએ જણાવ્યું હતું.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31