GSTV
Gujarat Government Advertisement

હાહાકાર/ વધુ એક ભાજપ સાંસદ આવ્યા કોરોનાની ઝપેટમાં, થોડા દિવસ પહેલા જ લીધી હતી વેક્સિન

કોરોના

Last Updated on March 27, 2021 by

રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યાં સામાન્ય વ્યક્તિથી લઇને સેલેબ્સ અને નેતાઓ પણ તેના સકંજામાંથી બચી શક્યા નથી. તેવામાં આણંદના સાંસદ મિતેશ પટેલ કોરોના સંક્રમિત થયા છે. મિતેશ પટેલનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ પોતાના વાસદ સ્થિતિ નિવાસસ્થાને આઇસોલેટ થયા છે. જો કે બપોર સુધીમાં તેમનો આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ આવી જશે. જણાવી દઇએ કે મિતેશ પટેલ ગઇકાલે જ દિ્લ્હીથી આવ્યા છે.

કોરોના

સાંસદ મીતેશ પટેલે કોરોના વેક્સિન મુકાવવા અપીલ કરી હતી

જણાવી દઇએ કે તાજેતરમાં જ કોરોના રસી મુકાવી હતી. રસી મુકાવ્યા બાદ સાંસદ મીતેશ પટેલે સૌને કોરોના વેક્સિન અંગે કોઈપણ ભય રાખ્યા વિના કે ખોટી અફવાઓમાં આવ્યા વિના કોરોના વેક્સિન મુકાવવા અપીલ કરી હતી.આણંદ જિલ્લામાં 60 વર્ષથી વધુ વય ધરાવતા અને 45થી 59 વર્ષની વયના ગંભીર બીમારી ધરાવતા લોકોના કોરોના વેક્સિનનો પ્રારંભ થતા આજે આણંદના સાંસદ મીતેશભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલે કોરોના વેક્સિન મુકાવી હતી. જ્યારે કલેકટર આર. જી. ગોહીલે બીજા તબક્કાની મુકાવી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33