GSTV
Gujarat Government Advertisement

ફફડાટ: અમદાવાદમાં સુપરસ્પ્રેડરના ટેસ્ટ કરાવાની કવાયત હાથ ધરાઈ, આ તમામ લોકોએ ટેસ્ટ કરાવવો ફરજીયાત

Last Updated on March 20, 2021 by

અમદાવાદમાં સુપરસ્પ્રેડરના ટેસ્ટની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં ફૂડ ડિલિવરી સાથે જોડાયેલા ડિલિવરી બોય સહિતના કર્મચારીઓના ટેસ્ટ કરવાની કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરાઇ છે. આ સાથે ગુજરાત સરકાર દ્વારા માન્ય 18 લેબોરેટરીમાં 500 રૂપિયામાં આરટીપીસીઆર ટેસ્ટ કરવાની વ્યવસ્થા પણ કરાઇ છે. અહીં મહત્વનું છે કે, ડિલિવરી કરતા કર્મચારીઓના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં સુપરસ્પ્રેડરોએ ટેસ્ટ કરાવવો ફરજિયાત

અમદાવાદમાં કોરોનાને અટકાવવા હવે સુપર સ્પ્રેડરના કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયા છે. શહેરમા 16 સ્થળો પર AMCએ માસ ટેસ્ટિંગની કવાયત આરંભી છે. આજના દિવસમાં કુલ 1200 જેટલા લોકોના ટેસ્ટ કરાયા. જેમાં આઠ સુપર સ્પ્રેડરના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. શાકભાજી વેચનાર, કરિયાણા દુકાનદારો, મેડિકલ સ્ટોર, સલુન, રીક્ષા ડ્રાયવર, કડિયા, મજૂરો માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કર્યો છે.

ખાણીપીણીના ધંધાર્થી અને તેની હોમડિલિવરી કરતા ડિલિવરી બોયએ પણ ટેસ્ટ કરાવવો પડશે અને એન્ટિજન ટેસ્ટ કરાવીને પ્રમાણપત્ર લેવું પડશે. આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી આવી કંપનીઓએ કોર્પોરેશનની વેબસાઈટ પર તેની વિગત અપલોડ કરવી પડશે.

આજે નોંધાયા 1565 નવા કેસ

રાજ્યમાં કોરોના સંક્રમણના આંક સતત વધી રહ્યા છે. આજે ગુજરાતમાં 1565 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદ શહેરમાં 401 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુરતથી પણ વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા પણ 6737 પર પહોંચી ગઈ છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં નવા નવા નિયમો લદાઈ રહ્યા છે પરંતુ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. લોકોએ જાતે જ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33