GSTV
Gujarat Government Advertisement

કપરી સ્થિતી: રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગી, ઈતિહાસમાં પહેલી વાર મેઈન ગેટ બંધ કરવો પડ્યો

Last Updated on April 11, 2021 by

રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે રાજકોટની સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈન લાગી છે. રાજકોટ શહેર, જિલ્લા અને સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાંથી એક બાદ એક એમ્બ્યુલન્સ અહીં દર્દીઓને સારવાર માટે લઈને આવી રહી છે.

સ્થિતી હવે એવી થઈ છે કે, એમ્બ્યુલન્સમાં જ ડોક્ટર્સ દર્દીઓને સારવાર આપી રહ્યા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પહેલીવાર મેઇન ગેટ બંધ કરવામાં આવ્યો છે. પરંતુ પાછલા દરવાજે દર્દી સાથેની 40 જેટલી એમ્બ્યુલન્સની લાંબી લાઇન લાગી હતી.

સિવિલ હોસ્પિટલના ચૌધરી હાઇસ્કૂલનો ગેઇટ બંધ કરી દેવામાં આવ્યો છે. 108 એમ્બ્યુલન્સને અંદર જવા પર મનાઇ કરવામાં આવી છે. તમામ દર્દી ભરેલી એમ્બ્યુલન્સ ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં રાખવામાં આવી હતી. રાજકોટમાં કોરોનાના કેસ વધવાના કારણે સરકારી હોસ્પિટલ દર્દીઓથી ભરાઈ છે. ત્યારે દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં જગ્યા મળતી નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33