Last Updated on March 2, 2021 by
ગુજરાતમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચાલુ છે. 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે ચૂંટણીમાં રવિવારે 60 ટકાથી વધુ મતદાન થયું હતુ. નગરપાલિકામાં 58.82 ટકા મતદાન થયું, સાથે જ જિલ્લા પંચાયતોમાં 65.80 ટકા અને તાલુકા પંચાયતોમાં 66.60 ટકા મતદાન થયું હતુ. કુલ 8,135 સીટો માટે આયોજિત ચૂંટણીમાં ભાજપના 8161, કોંગ્રેસના 7778 અને આમ આદમી પાર્ટીએ 2090 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.
આમ આદમી પાર્ટીના ઉમેદવારની માત્ર બે મતોથી જીત
રાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થવા લાગ્યા છે. ગુજરાતની મોટા ભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેસરિયો લહેરાયો છે. પરંતુ અમુક બેઠકના પરિણામો ચોંકાવનારા આવ્યા છે. જેમાં અમરેલી જિલ્લાની ધારી તાલુકાની ભાડેર સીટ પર અપસેટ સર્જાયો છે. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવારની માત્ર બે મતોથી જીત થઈ છે.
ધારી તાલુકાની ભાડેર સીટ ભાજપની સુરક્ષિત સીટ માનવામાં આવતી હતી. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રેખાબેન સવજીભાઈ પરમારની જીત થઈ છે. ભાડેર ગામ ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થતાં ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ બંને પાર્ટીઓમાં સન્નાટો જોવા મળ્યો હતો.
સુરત બાદ આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રમા ખાતું ખોલાવ્યું છે. તેમાં પણ જે વિસ્તારને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવતો હતો ત્યાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત નોંધાવી છે. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવારે બે મતે જીત નોંધાવી છે.
ભાડેર બેઠક પર આપની જીત
અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. ધારી તાલુકાની ભાડેર બેઠક પર આપના ઉમેદવાર રેખાબેન સવજીભાઈ પરમારની જીત થઈ છે. આ બેઠકના ભારતીય જનતા પાર્ટીની સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવતી હતી. ભાડેર ગામ ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થતાં ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ બંને પાર્ટીઓમાં સન્નાટો જોવા મળ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લાની અન્ય બેઠકોમાં પર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હતા.
આ ઉપરાંત ગાંધીધામ તાલુકા પંચાયતમાં આપને એક બેઠક મળી છે. જૂનાગઢ તાલુકા પંચાયત જામકા બેઠક પર આપના કૈલાસ સાવલિયા વિજેતા થયા છે. કાલાવડ તાલુકા પંચાયતમાં આપના એક ઉમેદવારની જીત થયાના સમાચાર પણ મળી રહ્યા છે. જેસર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને બે બેઠક મળી છે. બનાસકાંઠાના ડીસાના વોર્ડ નંબર ત્રણમાં આપના એક ઉમેદવારની જીત થઈ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31