Last Updated on April 5, 2021 by
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં થયેલ નક્સલી હુમલાના ઘટનાસ્થળની મુલાકાત કરશે. તો સાથે જ તેઓ આ હુમલામાં ઘાયલ થયેલ જવાનો સાથે પણ મુલાકાત કરશે. જણાવી દઈએ કે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાની બોર્ડર સિક્યોરિટી ફોર્સીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં સુરક્ષા દળોના 22 જવાન શહીદ થયા હતા અને અન્ય 31 જવાનો ઘાયલ થયા હતા.
છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં 22 જવાનો શહીદ થયા છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ છત્તીસગઢની મુલાકાતે છે. તેઓ જગદલપુર પહોંચી નક્સલી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપશે. અમિત શાહ હોસ્પિટલ પહોંચીને ઘાયલ જવાનો સાથે મુલાકાત પણ કરશે. અમિત શાહ સુરક્ષાદળના વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરશે. તેઓ નક્સલ અસરગ્રસ્ત વિસ્તાર બાસાગુડા સીઆરપીએફ કેમ્પ પણ જશે.. રાયપુરમાં ઘાયલ જવાનો સાથે મુલાકાત કરશે.
બસ્તરના બીજાપુરમાં નક્સલીઓના હુમલામાં 22 જવાન બાદ કેન્દ્ર અનેરાજ્ય સરકારે નવેસરથી રણનીતિ બનાવવાની શરૂ કરી છે. અમિત શાહ ચૂંટણીલક્ષી કાર્યક્રમ રદ કરીને દિલ્હી પહોંચ્યા હતા અને તેઓએ છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ સાથે વાતચીત કરીને સ્થિતિ જાણી હતી. તો ગઈકાલે રાતે અમિત શાહે મહત્વી બેઠક કરી. જેમાં આઈબીના નિર્દેશ, ગૃહસચિવ, સીઆરપીએફ અને ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા. કેન્દ્ર સરકારે આઘટનાને લઈને છત્તીસગઢના પોલીસ મહાનિર્દેશક પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.
નક્સલીઓ વિરુદ્ધ અભિયાન ચાલુ રહેશે: બઘેલ
નક્સલી હુમલામાં 22 જવાનો શહીદ થયાની ઘટના પર મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું છે કે જવાનોનું મનોબળ ઊંચું છે અને નક્સલીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ જ રહેશે. બઘેલે રવિવારે આસામથી રાયપુર પરત ફર્યા બાદ સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે માઓવાદીઓ પોતાની અંતિમ લડાઈ લડી રહ્યા છે. ટૂંક સમયમાં તેમનો ખાત્મો કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ છેલ્લા કેટલાંક સમયથી આસામના પ્રવાસે હતા. તેઓ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો પ્રચાર કરી રહ્યા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31