GSTV
Gujarat Government Advertisement

બંગાળમાં અમિત શાહની હુંકાર: પોતાની હાર જોઈને બોખલાઈ ગયા છે મમતા દીદી, તેમના વ્યવહાર પરથી દેખાઈ છે !

Last Updated on April 10, 2021 by

પશ્ચિમ બંગાળમાં 3 તબક્કાની ચૂંટણી થઈ ચુકી છે અને 10 એપ્રિલના રોજ શનિવારે ચોથા તબક્કાનું મતદાન યોજાશે. મતદાન પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 3 તબક્કામાં ભાજપની લીડ હોવાનો અને પાર્ટીને 63થી 68 બેઠક મળશે તેવો દાવો કર્યો છે. આ સાથે જ અમિત શાહે તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જી પર બરાબરનું નિશાન તાક્યું હતું. 

અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને સંબોધન કર્યું

કોલકાતામાં શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત શાહે કહ્યું કે, અત્યાર સુધીના 3 તબક્કામાં બંગાળની જનતાએ અનપેક્ષિત જનસમર્થન આપ્યું છે. અમારી ગણતરી પ્રમાણે અમે 63થી 68 બેઠકો જીતી રહ્યા છીએ. તૃણમૂલ કોંગ્રેસ બોખલાઈ ગઈ છે તે તેમના વ્યવહાર, ભાષા અને વાતચીતમાં દેખાઈ રહ્યું છે. 

મમતા પર કટાક્ષ

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, મમતા બેનર્જીએ સુરક્ષા બળો માટે જે પ્રકારે ટિપ્પણી કરી છે તેનાથી મને આશ્ચર્ય થાય છે કે કોઈ રાજ્યના મુખ્યમંત્રી કે રાજકીય દળના અધ્યક્ષ એમ કહે છે કે, સીઆરપીએફને ઘેરી લો, રોકી લો. મમતાજી લોકોને અરાજકતા તરફ લઈ જવા માંગે છે અને શાંતિપૂર્ણ ચૂંટણી નથી ઈચ્છતા. 

દીદીને હું કોમન સેન્સની વાત કહેવા માગુ છું કે…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, ‘મમતા બેનર્જી વારંવાર એવો આરોપ લગાવે છે કે, ગૃહ મંત્રાલયના ઈશારા પર સીઆરપીએફ વારંવાર ચૂંટણીને ડિસ્ટર્બ કરી રહ્યું છે, દીદીને હું કોમન સેન્સની વાત કહેવા માંગુ છું કે જ્યારે કેન્દ્રીય દળ ચૂંટણી પંચના કામમાં લાગે છે તો તેમના પર ગૃહ મંત્રાલયનો કંટ્રોલ નથી હોતો.’

ટીએમસી પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, અમારા કાર્યકરો પર વારંવાર હુમલા થઈ રહ્યા છે, ભવાનીપુરમાં પોલીસ સ્ટેશનની અંદર ભાજપના કાર્યકરો પર હુમલો થયો, ટીએમસીના કોઈ નેતાએ આ હુમલાઓ વિરૂદ્ધ ટિપ્પણી ન કરી જે મૌન ઈશારો દર્શાવે છે. જે રીતે મમતા બેનર્જી મુસ્લિમ મતદારોને એકજૂથ થવા કહી રહ્યા છે તે મુસ્લિમ મતદારો પણ ટીએમસીના હાથમાંથી છટકી રહ્યા છે તેમ સૂચવે છે. દીદીએ સમજવું જોઈએ કે, બંગાળની જનતા તેમની વિરૂદ્ધ છે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33