Last Updated on February 24, 2021 by
અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામકરણ થતા હવે સ્ટેડિયમનું નામ બદલાઇને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરવામાં આવતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસના શાસનમાં સ્ટેડિયમને સરદાર પટેલ નામ આપવામાં આવ્યું હતું. જે નેતાઓ સરદારનું નામ હટાવી PM મોદીનું નામ રાખી રહ્યાં છે. તેમને ગુજરાતની આ જનતા ક્યારેય માફ નહીં કરે.’
રામનાથ કોવિંદના હસ્તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદ્ઘાટન
અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ મેચની શરૂઆત થવા જઈ રહી છે જેને લઈને અમદાવાદીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરાયું હતું. જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્ટેડિયમના અનાવરણની તકતી પરથી પડદો ઉઠાવ્યો હતો ત્યારે સ્ટેડિયમના નામે સૌ કોઇને આશ્ચર્યચકિત કરી દીધા હતાં. કારણ કે અત્યાર સુધી મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું સ્ટેડિયમ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઇ ગયું છે. જે સમયે ગ્રાઉન્ડ પર રાષ્ટ્રપતિ સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યાં હતાં. ગ્રાઉન્ડ પર રાષ્ટ્રપતિએ ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ સાથે મુલાકાત પણ કરી હતી.
સ્ટેડિયમમાં જામશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ભારે રસાકસી
મહત્વનું છે કે, ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા બાદ આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડની ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 રમાશે. T-20 સિરીઝની અંતિમ મેચ પણ 20 માર્ચે અહીં જ રમાશે. જેને લઇને ક્રિકેટ રસીયાઓમાં ઉત્સાહનો માહોલ છવાઇ જતા સ્ટેડિયમ પણ ખીચોખીચ ભરાઇ ગયું છે. પરંતુ એક સમયે મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું આ સ્ટેડિયમ હવેથી ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ નામે ઓળખાશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31