Last Updated on February 25, 2021 by
ઉત્તર પ્રદેશના અમેઠીમાં કોંગ્રેસના સૌથી મજબૂત ગઢને સર કરનારા કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં જમીન ખરીદી છે. આ મામલે ભાજપ પર નિશાન તાકીને કોંગ્રેસે તેમની પાર્ટી બહુ પહેલેથી જ અમેઠીમાં છે તેમ કહ્યું હતું. અમેઠીના જિલ્લા મુખ્યાલય ગૌરીગંજમાં એક કોંગ્રેસ હાઉસ આવેલું છે.
કોંગ્રેસ હાઉસનો ફોટો કર્યો શેર
કોંગ્રેસ એમએલસી દીપક સિંહે ગૌરીગંજના કોંગ્રેસ હાઉસનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, “સ્મૃતિ ઈરાની સવારે આવે છે અને સાંજે પાછી જતી રહે છે. જ્યારે રાહુલ ગાંધી ભાવનાત્મક રીતે અમેઠી સાથે જોડાયેલા છે.” આ સાથે જ દીપક સિંહે સ્મૃતિ ઈરાની 2024માં તે જમીન વેચી દેશે તેવો દાવો પણ કર્યો હતો.
આપ્યા આ વાસ્તવિક પુરાવા
દીપક સિંહે ગૌરીગંજ ખાતેના કોંગ્રેસ હાઉસને તેનો પુરાવો ગણાવ્યો હતો. તે સિવાય કોંગ્રેસ સાથે સંકળાયેલું એક ટ્રસ્ટ મુંશીગજમાં એક હોસ્પિટલ પણ ચલાવે છે. ગૌરીગંજ ખાતે કોંગ્રેસના જિલ્લા કાર્યાલયની સામે મહેલ જેવું કોંગ્રેસ હાઉસ આવેલું છે અને ગાંધી પરિવાર રાયબરેલીમાં પણ એક મોટું ઘર ધરાવે છે. અમેઠી અને રાયબરેલીની યાત્રા દરમિયાન ગાંધી પરિવાર ગૌરીગંજ, મુંશીગંજ કે રાયબરેલીમાં રહે છે.
લોકસભા ચૂંટણી પહેલા વચન આપેલું
ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ ઈરાનીએ ચૂંટણી સમયે અમેઠીની જનતાને વચન આપ્યું હતું કે, તેમણે પોતાના જનપ્રતિનિધિઓને મળવા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ધક્કા નહીં ખાવા પડે. જો અમેઠીના લોકો તેમને પોતાના સાંસદ તરીકે પસંદ કરશે તો તેઓ અમેઠીમાં જ ઘર બનાવશે. આ વચન પૂરૂ કરવા માટે સ્મૃતિ ઈરાનીએ સોમવારે જમીન માટેની દસ્તાવેજી કાર્યવાહી કરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31