GSTV
Gujarat Government Advertisement

અમેરિકન નેવીની અવળચંડાઇ: ભારતની મંજૂરી વગર લક્ષદ્વિપ પાસે ઓપરેશન કરતા વિવાદ, સંબંધો થઇ શકે છે ખરાબ

Last Updated on April 10, 2021 by

ભારત અને અમેરિકાના સામરિક સંબંધો મજબૂત થઇ રહ્યા છે. ચીન હોય કે પછી કોઇ અન્ય વિવાદ હોય. બંને દેશોની સેના એકબીજાના સંપર્કમાં હોય છે.આ સ્થિતિમાં અમેરિકાની નેવીએ એક એવું કામ કર્યું છે કે જેનાથી વિવાદ થઇ શકે છે. અમેરિકાની નેવી તરફથી ભારતના એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોનમાં ઓપરેશન કરવાની વાત સામે આવી છે. જેના કારણે બંને દેશોની વચ્ચે કૂટનૈતિક વિવાદ ઉત્પન્ન થઇ શકે છે.

ભારતની મંજૂરી વગર કરે છે ઓપરેશન

અમેરિકન નેવીની સાતમી ફ્લિટે સાત એપ્રિલે નિવેદન બહાર પાડીને આ વાતની જાણકારી આપી છે. નિવેદન મુજબ ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશન હેઠળ અધિકારો. સ્વતંત્રતા.. અને કાયદાની રક્ષા થાય છે. જેનું નિર્ધારણ ઇન્ટરનેશનલ લોમાં કરવામાં આવ્યું છે. ખુદ અમેરિકન નેવીના સાતમી ફ્લિટે કહ્યું કે તેણે આ ઓપરેશન ભારતની મંજૂરી વગર કર્યું છે. આ અમેરિકન ઓપરેશન ભારતની મેરિટાઇમ સિક્યોરિટી પોલિસીની વિરૂદ્ધ છે.

લક્ષદ્વિપથી 130 નોટિકલ માઈલ દૂર પશ્ચિમમાં ઓપરેશન

અમેરિકાની નેવી પ્રમાણે આ ઓપરેશન લક્ષદ્વીપથી 130 નોટિકલ માઇલ દૂર પશ્ચિમમાં કરવામાં આવ્યું હતુ. અમેરિકન નેવીની સાતમી ફ્લિટ તેની સૌથી મોટી ટુકડી છે. આ એક ટુકડીને અમેરિકાએ 1971માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન ભારત પર દબાણ ઉભુ કરવા માટે બંગાળની ખાડીમાં મોકલી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33