GSTV
Gujarat Government Advertisement

જાહેરનામું: હોળી-ધૂળેટી પર પાણીનો બગાડ કરશો તો, પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવશે, રસ્તા પર નિકળતા લોકો પર રંગ છાંટવા નહીં

Last Updated on March 30, 2021 by

એક બાજૂ રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, બીજી બાજૂ તહેવારો આવીને ઉભા છે. ત્યારે આવા સમયે સ્વાભાવિક છે કે, તંત્ર માટે લોકોને કાબૂમાં કરવા પરસેવો છોડાવી દે તેવુ કામ છે, પણ આ તો કોરોના છે. ક્યારે શું થાય તેની કોઈને ખબર નથી. તેથી સરકાર અને સ્થાનિક તંત્ર સાબદુ થાય તે અતિ જરૂરી છે.

AMCનું જાહેરનામું

આમ રાજ્ય સરકારે કોરોનાની મહામારી વચ્ચે આવેલા તહેવાર હોળી પર રંગોથી રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેને લઈને અગાઉ પોલીસ કમિશ્નરે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. જો કે, હવે અમદાવાદમાં AMC દ્વારા નિર્ણય લેવાયો છે કે, જો આજે એટલે કે, હોળીના દિવસ અને તેના બીજા દિવસે એટલે કે, ધૂળેટીના દિવસે શહેરની તમામ ક્લબો બંધ રહેશે, સાથે જ પાણીનો વ્યય કરશે, તેમના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવશે. મોટા મોટા બંગલામાં 40-50 લોકો એકસાથે એકઠા ધૂળેટી રમતા હશે, તેમના પાણીના કનેક્શન કપાઈ જશે. આમ હવે આ રીતે એએમસીએ કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે.

200થી વધુ ટીમો અલગ અલગ ઝોનમાં ફરશે

આ બાબતને ધ્યાને રાખી AMC સમગ્ર અમદાવાદમાં મોટી ફોજ ઉતારવા જઈ રહ્યુ છે, જેનાં માટે 200થી વધુ ટીમો શહેરમાં ફરતી દેખાશે. જે અંતર્ગત અલગ અલગ ઝોનનો ઘેરાવ કરશે. જે પણ લોકો જાહેરનામા ભંગ કરતા દેખાશે, તેમના વિરુદ્ધ ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે. મંદિરોમાં પણ ગુલાલ અને રંગોથી હોળી રમાશે નહીં, આ માટે મંદિરોને પણ સૂચના આપી દેવામાં આવી છે.

કર્ફ્યૂના સમય પહેલા હોળી પ્રગટાવી ઘર ભેગા થઈ જવું

આ અંગે જણાવતા ડીસીપી હર્ષદ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ હતું કે, હોળી અને ધૂળેટીના તહેવારમાં જાહેર મિલકતો પર ક્યાંય રંગો છાંટવા નહીં, સાથે જ તહેવારો પર જે રૂપિયા માગવા માટે નિકળે છે, તેના પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.કર્ફ્યૂના સમય પહેલા જ હોળી પ્રગટાવી ઘરે પહોંચતા થઈ જવાનો પણ આદેશ આપ્યો છે. ઉપરાંત સબે બારાત અને હોળીનો તહેવાર બંને એક સાથે હોવાથી શાંતિ અને ભાઈચારાનું ઉદાહરણ પુરૂ પાડવા પણ જણાવ્યુ છે.

પોલીસ કમિશ્નરનું જાહેરનામું

રસ્તા પર આવતા-જતાં લોકો પર રંગ કે પાણી ઉડાવી શકાશે નહીં.
કાદવ-કીચડ કે, રંગ મિશ્રિત કેમિકલવાળા પાણીનો ઉપયોગ કરવો નહીં.
માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ હોળી અને ધૂળેટી ઉજવી શકાશે નહીં, નહીંતર ગુનો લાગૂ પડશે.
હોળી પ્રગટાવવા માટે જૂજ સંખ્યામાં લોકોને હાજર રહેવું.
હોળી ધૂળેટીમાં કોઈ કાર્યક્રમો આયોજિત કરી શકાશે નહીં.
તહેવારો પર પોલીસનો સખ્ત પહેરો રહેશે.
શહેરમાં સઘન પેટ્રોલિંગ પણ રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33