GSTV
Gujarat Government Advertisement

સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર મેળવવા મહાનગરપાલિકાનું ગતકડું, માત્ર ટોઇલેટ્સ રંગવા 17 લાખ ખર્ચ કરવાનું આયોજન

Last Updated on March 31, 2021 by

સ્વચ્છતા સર્વેક્ષણમાં સારો નંબર મેળવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ગતકડા કરવામા આવી રહ્યા છે. ત્યારે હવે વધુ એક નવું ગતકડુ કાઢવામાં આવ્યું છે. જેમાં શહેરના  મુખ્ય માર્ગ પર રહેલા 50 પબ્લીક ટોયલેટ પર વોલ મ્યુરલ પેઇન્ટીંગ કરાશે.

આ માટે એક મહિલા આર્ટીટસ્ટને કામ સોંપવામા આવશે. આ માટે આર્ટીસ્ટ પ્રિયંકા ઠાકરને પ્રતી ટોયલેટ દીઠ 35 હજાર ચુકવવામા આવશે. આ અંગેનું કામ ગુરુવારે મળનારી સ્ટેન્ડીંગ કમીટીમા લાવવામાં આવ્યુ છે જે ચર્ચાનો વિષય બન્યુ છે.

આમ જો આ કામ મંજુર કરવામા આવશે તો તંત્રની તિજોરી પર 17.50 લાખનું ભારણ પડશે. હાલ કોરોનાની સ્થિતિમા તંત્રની તિજોરી પર નાણાભીડ જોવા મળી રહી છે ત્યારે આ પ્રકારનો ખર્ચ કરવો કેટલો ઉચિત છે તે એક પ્રશ્ન છે.

અમદાવાદમાં ઉનાળાની સિઝનની શરૂઆત સાથે જ મહાપાલિકા તંત્રે પ્રિમોન્સુન કામગીરી શરૂ કર્યાનો દાવો કર્યો છે. આજે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રિ-મોન્સુન કામગીરી અંગે અધિકારીઓ સાથે ચર્ચા થઈ. જેમાં કેટપીટ-મેનહોલની સફાઈ પર ભાર મુકાયો હતો.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના મતે આ વર્ષે વહેલી પ્રિ-મોન્સુન કામગીરી શરૂ થઈ છે. અત્યાર સુધી જ શહેરમાં 1 લાખ 75 હજાર 553 મેનહોલ માંથી  30 હજાર 625 મેનહોલ અને 28,700થી વધુ કેચપીટ સાફ કરી દેવામા આવી છે. ત્યારે જોવાનુ એ રહે છે કે દર વર્ષેની જેમ આ વર્ષે પણ પાણી નહી ભરાવાનો દાવો પોકળ સાબિત થાય છે કે પછી હકીકતમા વરસાદી પાણીનો નીકાલ થાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33